________________
vi
શ્રી ઓઘ
પ્રતિલેખન + પ્રતિલેખનીય આ ત્રણમાં પ્રતિલેખના વચ્ચે છે. મુખ્યદ્વારોમાં એનું ગ્રહણ કર્યું. એટલે આજુબાજૂના બેયનું નિર્યુક્તિ ગ્રહણ થઈ જાય છે.
અથવા તો આ પ્રશ્નનો જવાબ આપવાની મારે (ટીકાકારે) મહેનત કરવાની જરૂર જ નથી. નિર્યુક્તિકાર નિયુક્તિગ્રન્થ " ૧૦૩ |
ગ વડે જ એનું સમાધાન આપે છે. - તે આ પ્રમાણે -જેમ ઘટનો કર્તા કુંભાર છે, એના કરણ સાધન=હેતુ તરીકે મૃતપિંડ–દંડ વગેરે છે. અને ઘટનકુટ એ " આ કાર્ય છે. આ ત્રણેય વસ્તુ એકબીજાની અપેક્ષાવાળી હોવાથી એકના પણ અભાવમાં બાકીના બે ન ઘટે. જો ઘટ થાય જ નહિ,
તો કુંભાર ઘટકર્તા ન કહેવાય. અને મૃપિંડાદિ ઘટકરણ ન કહેવાય. એમ જો કુંભાર રૂપ કર્તા હોય જ નહિ, તો ઘટ કદિ જ કાર્ય ન બની શકે. આમ કર્તા, કરણ અને કાર્ય આ ત્રણેય પરસ્પર એકબીજાની અપેક્ષાવાળા છે.
' એમ પ્રતિલેખના એ ક્રિયા છે, અને તે કર્તા એવા પ્રતિલેખકની અપેક્ષા રાખે છે. અને જો વસ્ત્ર-પાત્રાદિ પ્રતિલેખિતવ્ય 'ઓ ન હોય તો પ્રતિલેખના અને પ્રતિલેખક એ બે યનો અભાવ થઈ જાય. એટલે આ ત્રણેય તમારે સ્વીકારવા જ પડે.
ગાથામાં કુમારું લખેલ છે. તેમાં આદિ શબ્દથી કળશ, પટ, શકટ (ગાડુ) વગેરે પણ લઈ લેવા. ૩પ શબ્દ એ સાધર્મ દષ્ટાન્તનું પ્રતિપાદન કરવા માટે છે. (દષ્ટાન્ત બે પ્રકારના છે. વૈધર્મેદષ્ટાન્ત અને સાધર્મેદષ્ટાન્ત. જેમકે “આ ક્ષત્રિયો સિંહની જેમ કોઈથી પણ નહિ ગભરાનારા છે.” અહીં સિંહ જેમ કોઈથી નથી ગભરાતો, તેમ ક્ષત્રિયો પણ (પ) કોઈથી
alli ૧૦૩ II.
૫