________________
શ્રી ઓઘ
ક દિ'
P
નિર્યુક્તિ
| જે ૯૫ /
*
F
લેવો, એ એનો સાર છે.
ત્યાર પછી ઉપધિદ્વારનો ઉપન્યાસ કર્યો છે, તે એટલા માટે કે તે પિંડ કંઈ પાત્રા-ઝોળી વગેરે ઉપધિ વિના ગ્રહણ કરવો શક્ય નથી એટલે પિંડ પછી તરત ઉપધિદ્વાર બતાવ્યું.
તે ગ્રહણ કરેલો પિંડ કે ઉપધિ વસતિ વિના તો ભોગવી શકાય એમ નથી એટલે “અનાયતન (ખરાબ વસતિ...). વર્જનીય છે' એ દ્વારનો ઉપન્યાસ કરાયો.
હવે પ્રતિલેખના કરનારાને, પિંડગ્રહણ+ઉપધિપ્રમાણ+અનાયતનત્યાગ ઇચ્છનારાને ક્યારેક કોઈક અતિચાર લાગી જાય એ શક્ય છે એટલે પછી અતિચાર દ્વાર બતાવ્યું.
લાગેલો અતિચાર ભાવવિશુદ્ધિ માટે અવશ્ય આલોચના કરવો એટલે પછી આલોચના દ્વાર કહેવાયું. તથા આલોચના કર્યા બાદ ગુરુ વડે ત્યાં તેને યોગ્ય પ્રાયશ્ચિત્ત અપાય જ છે એટલે વિશોધિદ્વારનો ઉપન્યાસ કર્યો. આ ક્રમના કારણો બતાવ્યા. અહીં વધુ વિસ્તાર વડે સર્યું.
=
=
નિ.-૩
=
= .
૯૫ |