________________
।। श्रीआचाराङ्ग प्रदीपिका।।
( પ્રકાશકીય )
દ્વાદશાંગનું પ્રથમ અંગ આચારાંગ છે આના પર શિલાંકાચાર્ય ભગવંતની વિસ્તૃત ટીકા છે. આમ છતાં સંક્ષેપમાં સૂત્રો સમજવા માટે સરળ ભાષામાં રચાયેલી ટીકાઓ પણ છે જેને પ્રદીપિકા કહેવાય છે. પૂજ્યપાદ શ્રી જિનહંસસૂરિ મહારાજે આવી એક સરળ પ્રદીપિકા આચારાંગ સૂત્ર પર રચી છે. એના પ્રથમ ભાગનું પ્રકાશન પૂર્વે અમે કરેલ છે હવે બાકીના બીજા ભાગનું પણ પ્રકાશન સહર્ષ કરીએ છીએ.
આ બંને ભાગનું સંપાદન અમારા શ્રુતભકિતના કાર્યના પ્રણેતા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ પૂજ્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજીના શિષ્ય મુનિશ્રી મહાબોધિવિજયજીએ ઘણા જ પરિશ્રમ પૂર્વક કરેલ છે. પૂજ્યશ્રીએ નાની વયમાં સંયમ પ્રાપ્ત કરી ગુરુકુળવાસમાં રહી વ્યાકરણ, ન્યાય, પ્રકરણ આગમો વગેરેનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાની સાથે વસ્તૃવ કળાને પણ પ્રાપ્ત કરી છે. જેના દ્વારા આજે અનેક જીવોને પ્રતિબોધ પણ કરી રહ્યા છે. આ પૂર્વે પણ તેઓએ અનેક ગ્રંથોનું સંપાદન કરેલ છે. ભવિષ્યમાં પણ શ્રુતભક્તિનું સુંદર