________________
॥ श्रीआचाराङ्ग
प्रदीपिका ॥
888
8888888
જંબૂવિજ્યજી મહારાજ સંપાદિત જૈન આગમ ગ્રંથમાલાના દ્વિતીય ગ્રંથાંક -‘આયારાંગ સુત્ત’ ના આધારે કરેલ છે. સૂત્રાંકો તેના આધારે નથી આપ્યા, પરંતુ આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરિમહારાજ સંપાદિત આચારાંગ સૂત્ર અને શીલાંકાચાર્યની વૃત્તિના આધારે આપ્યા છે.
પ્રદીપિકામાં ઉષ્કૃત ગાથાઓ, કારિકાઓ આદિના મૂળસ્થાનો શોધવાનો અમે ઘણો જ પ્રયાસ કર્યો છે. જેટલાના મૂળસ્થાનો મળ્યા છે તેના નામ સાથે તેના જે તે અધ્યયન-શતક-ઉદ્દેશ-સૂત્ર-ગાથા-કારિકાના અંકો પણ નોધ્યા છે. સમવાયાંગસૂત્ર, ભગવતીસૂત્ર, પણવણા તથા નંદીસૂત્રના જે અંકો આપ્યા છે તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રકાશનના આધારે આપ્યા છે. ભગવતી સૂત્ર ‘વિયાહપણત્તી સુત્ત’ ના નામે છપાયેલ છે. જે ઉધૃત પાઠોના મૂળસ્થાનો મળ્યા નથી તે પાઠની બાજુમાં આવા[ ] કૌસ કર્યા છે.
સંપૂર્ણ ગ્રંથને અન્ત શુદ્ધિપત્રક તથા વૃદ્ધિપત્રક આપ્યું છે. સહુ વાચકોને નમ્ર વિનંતી છે કે શુદ્ધિ-વૃદ્ધિ પત્રકનો ઉપયોગ કરીને ગ્રંથનું વાંચન કરવાનો આગ્રહ સેવે.
ઉપકાર સ્મરણ
વર્ધમાન તપોનિધિ, સ્વ. ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહાજાની દિવ્યકૃપા, વર્તમાનગચ્છાધિપતિ, સિધ્ધાંતદિવાકર પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદ,
|| ૨૮ ||