________________
|| श्रीआचाराङ्ग
પ્રસ્તાવના પંચમ ગણધર શ્રી સુધમસ્વિામીજીએ રચેલ શ્રી આચારાંગસૂત્ર જૈન પ્રવચનના સારભૂત છે. નિર્યુક્તિકાર શ્રીભદ્રબાહુ % સ્વામીજીએ આ સૂત્રના અલગ અલગ દશ નામો બતાવ્યા છે. (૧) આચાર (૨) આચાલ (૩) આગાલ (૪) આકર (૫) 9 આશ્વાસ (૬) આદર્શ (૭) અંગ (૮) આચીર્ણ (૯) આજાતિ (૧૦) આમોક્ષ.
આચારાંગ સૂત્રને વર્ણવતા ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી તેની નિયુક્તિમાં જણાવે છે કે તીર્થંકર ભગવાનો તીર્થ પ્રવર્તનના ૨૦ પ્રારંભમાં જ આચારાંગના અર્થનું પ્રરૂપણ કરે છે. આમાં મોક્ષના ઉપાયો છે. આજ પ્રવચનનો સાર છે. આચાર સૂત્રનું જ્ઞાન , મેળવ્યા પછી જ શ્રમણધર્મનું સાચું સ્વરૂપ સમજાય છે.
અંતરમાં વૈરાગ્યની જ્યોત પ્રગટાવે તેવા અનેક સુવાક્યો આચારાંગસૂત્રના પ્રત્યેક અધ્યયનોમાં જોવા મળે છે. પૂજ્યશ્રી જંબૂવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો વાંચો અને નાચો એમ કહેવાનું મન થઈ આવે તેવા અનેક સુવાક્યોના દર્શન આચારાંગ સૂત્રમાં થાય છે.
આચારાંગ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધનું નામ આચાર છે અને તે બ્રહ્મચર્યના નામે પણ ઓળખાય છે. જ્યારે # | દ્વિતીય શ્રુતસ્કંધનું નામ આચારાંગ છે. પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયન છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં ૪ ચૂલાઓ છે તથા નિશીથ
१. आचारो १ आचालो २ आगालो ३ आगरो य ४ आसासो ५ आयरिसो ६ अंगतिय ७ आइण्णा ८ ऽऽजाइ ९ आमोक्खा १०॥७॥ - आचारांग नियुक्ति ।
૨૦ ||