________________
વિ. સં ૧૯૩૬ માં એટલે કે આજથી ૧૧૨ વર્ષ પૂર્વે મકસુદાબાદ-અજીમગંજનિવાસી શ્રી રાયધનપતસિંહ બહાદુર તરફથી શ્રી રાધનપતસિંહ બહાદુરના આગમસંગ્રહના પ્રથમ ભાગ તરીકે બાળબધ-ટાઈપમાં આચારાંગ સૂત્ર અનુક્રમે પાર્વચંદ્ર સૂરિકૃત વાર્તિક (બાલાવબોધ), જિનહંસસૂરિ કૃત પ્રદીપિકા અને શીલાંકાચાર્ય કૃત વૃત્તિ સાથે પુસ્તકાકારે છપાયેલ.
બાલબધ ટાઈપ, અપવિરામ-પૂર્ણવિરામાદિ ચિને અભાવ અને અશુદ્ધિની બહુલતાને લીધે આ પ્રકાશન હસ્તપ્રતથી ઉણું ઉતરે તેમ નથી. તે છતાં તે મુદ્રિત હોવાથી તેને હસ્તપ્રતથી અલગ પાડયું છે. કોઈ કઈ સ્થળે આમાંથી સારા પાઠાંતરે મળ્યા છે તેને અમે મુ. સંજ્ઞા આપીને ટીપ્પણુમાં લીધા છે.
પ્રદીપિકા શીલાંકાચાર્ચની વૃત્તિનાં આધારે રચાયેલ હોવાથી અમે પણ આનું સંશોધન તથા સંપાદન કરતી વેળાએ શીલાંકાચાર્યની વૃત્તિને સામે રાખેલી, પ્રદીપિકાની અપેક્ષાએ શીલાંકાચાર્યની વૃત્તિ એ બહંદુવૃત્તિ તુલ્ય કહેવાય. શીલાંકાચાર્યની વૃત્તિમાંથી જે પાઠાંતરે મળ્યા છે તેને ૬. સંજ્ઞા આપીને ટીપ્પણુમાં લીધા છે, તેમજ પ્રદીપિકામાં પણ જ્યાં પાઠ પડી ગયે હોય એવું લાગ્યું હોય અને હસ્તપ્રતોમાં પણ એ સ્થળે કોઈ પાડ ન મળ્યું હોય ત્યાં અમે શીલાંકાચાર્યની વૃત્તિના આધારે પાઠ ઉમેરેલ છે. જે આવા [ ] કૌંસની અંદર લીધેલ છે.
૯