________________
|
૭ |
પ્રસ્તાવના
અર્થથી પ્રભુ મહાવીરસ્વામીએ અને સૂત્રથી પંચમ ગણધર શ્રીસુધર્મ સ્વામીએ રચેલ દ્વાદશાંગીનું પહેલું અંગ છે આચારાંગ. શ્રમજીવનના આચારનું અદ્ભુત વર્ણન આ ગ્રંથમાં સમાયેલું છે. પ્રત્યેક આલાપકમાંથી શ્રમણજીવનનું દિવ્ય સંગીત રેલાય છે. દરેક સૂત્રમાંથી શ્રમણુધર્મની મીઠી સુગંધ ફેલાય છે. હર એક પદમાં સાધુ જીવનને પ્રાણ સમાયે છે. એકેક વર્ણમાં યતિ જીવનને શ્વાસ ધબકે છે.
આચારાંગ સૂત્ર ઉપર આજ સુધીમાં અનેક વૃત્તિ, સ્તબક અને વિવેચનનું નિર્માણ થયું છે. પ્રસ્તુત વૃત્તિ ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનહંસસૂરિકૃત છે. જે દીપિકા યા પ્રદીપિકાના નામથી વર્તમાનમાં પ્રસિદ્ધ છે. જો કે શ્રીજિનહંસસૂરિએ આ વૃત્તિને પ્રદીપિકા તરીકે ઉલ્લેખ કર્યો છે. લગભગ ૫૦૦ શ્લેક પ્રમાણુ આ વૃત્તિની રચના વિ. સં. ૧૫૭૩ માં થઈ છે.
શીલાંકાચાર્યની વૃત્તિ વિસ્તૃત અને દુગમ હોવાથી તેઓશ્રીએ આ પ્રદીપિકાની રચના કરી છે. મુખ્યતયા શીલાંકાચાર્યની વૃત્તિના આધારે રચાયેલ આ પ્રદીકામાં ફરક એટલે છે કે શીલાંકાચાર્યની વૃત્તિમાં આવતી દાર્શનિક ચર્ચા, નય-નિક્ષેપના વિસ્તારો આદિ આમાં લીધા નથી. તેમજ શીવાંકાચાર્યની વૃત્તિ મૂળસૂત્ર તેમજ શ્રીભદ્રબાહુસ્વામીકૃત આચારાંગસૂત્રની નિર્યુક્તિ એમ બંને ઉપર છે, જ્યારે પ્રદીપિકા માત્ર મૂળસુત્ર ઉપર રચાયેલ છે. કેઈ કઈ સ્થળે નિક્તિની ગાથાઓ લીધી છે. ટૂંકમાં બને તેટલી પ્રદીપિકાને સરળ કરવા પ્રયાસ તેઓશ્રીએ કર્યો છે. १ श्रीजिनहंससूरीन्द्रः क्रियते स्म पदीपिका-पृ. २.।
રવિવારના રોજ
|
૭ |