________________
.
૫ |
નનનનન
|ઃ પ્રકાશકીય નિવેદન : તીર્થકર ભગવતેએ અર્થથી પ્રરૂપેલી અને ગણધર ભગવંતોએ શ્રુતમાં ગુંથેલી શ્રી જિનવાણી વિશ્વ ઉપર સતત ઉપકાર કરી રહેલી છે. મેહના અંધકારમાં અથડાતા જીવેને સમ્યજ્ઞાનને પ્રકાશ પાથરી રહી છે. અનેક જીના ભયંકર ભવભ્રમણને સીમિત કરીને મુક્તિના અનંત સુખને અપી રહી છે. વિશ્વના સર્વ જી પર ઉપકાર કરી રહેલ જિનવાણીનું જતન કરવું, રક્ષા કરવી એ જૈન સંઘનું સૌથી પ્રધાન કર્તવ્ય છે.
વિષમકાળમાં અનેક ઉપદ્રવના કારણે જિનશાસનનું કૃતનિધિ અત્યંત હાનિને પામેલ છે. સમુદ્ર સમ વિશાળ દ્વાદશાંગી વિ છેદ પામતી આજે ગાગર જેવા પીસ્તાલીશ આગમ અને અન્ય શાઓમાં સમાઈ ગઈ છે. દ્વાદશાંગીસમુદ્ર એટલે વિશાળ અતિવિશાળ છે કે ગાગર પણ અત્યારે સમુદ્ર જેવી લાગે છે. પરંતુ આ ગાગરની રક્ષા કરવી અતિશય આવશ્યક છે. જે આમાં પ્રમાદ થાય અને ગાગર પણ જે નાશ પામે તે પછી તૃષાની પીડામાં મરવાનું જ રહે.
ગાગર સમાન વર્તમાન શ્રુતની રક્ષા માટે સૌ કોઈએ કટિબદ્ધ થવું જરૂરી છે. અમે દેવ-ગુરુની કૃપાથી આ અંગે યત્કિંચિત્ પ્રયત્ન ચાલુ કર્યો છે. જેમાં શ્રુત લેખન, શ્રુત પ્રકાશન, શ્રુતની પ્રતિકૃતિઓ (reaox) વગેરેને સમાવેશ થાય છે. શ્રુતપ્રકાશનમાં-પૂર્વ પ્રકાશિત ગ્રન્થનું પુનઃ પ્રકાશન થાય તે રીતે આપણા જ્ઞાનભંડારોમાં રહેલ હસ્તલિખિત પ્રતે પરથી શુદ્ધિકરણ વગેરે કરીને નવા ગ્રન્થ પણ પ્રકાશિત થાય છે. આ કાર્ય આપણુ પૂજનીય મુનિભગવંતે કરી રહ્યા છે. પ્રસ્તુત ગ્રન્થ આચારાંગ-પ્રદીપિકાનું પણ આ જ રીતે મુનિરાજ શ્રી મહાબોધિ વિજયજી મહારાજે હસ્તપ્રતાના આધારે સંશોધન
વિન દ્વિ-રક્તદ્રવ -
|
૫ |