________________
અષ્ટાનિકા
પ્રવચનો
|| ૯૦ ||
424242
નથી.
સોમચંદ શેઠ - (ચોપડો જોવાનો દેખાવ કરીને) પણ... મારા ચોપડામાં તમારું ખાતું જ
GHOGH
સદાચંદ શેઠ - એ બને જ કેમ ? આ લાખ રૂપિયા તમારા છે.
બીજું
સોમચંદ શેઠ - આટલી રકમ તમારા ખાતે ઉધાર બોલતી નથી. વળી તમારું નામ પણ કર્તવ્ય મારા ચોપડામાં નથી. હું આ રકમ લઉં તો મરીને જાઉં ક્યાં ?
સાધર્મિક
વાત્સલ્ય
પછી બન્નેએ ભેગા થઈ રસ્તો શોધ્યો કે આ ૨કમથી ૫૨માત્માનું જિનાલય બંધાવવું. પરમાત્માનો ઉપકાર તો ભૂલ્યો ભુલાય તેમ નથી. પ્રભુનો ભક્ત આ સિવાય કરે ય શું ? આંસુનાં બે ટીપાંની આ કથા વિચારો. જે માણસને કદી જોયો પણ નથી. માત્ર જેના વિશે સાંભળ્યું છે, એવા સોમચંદ શેઠ ઉપર રડતી આંખે સદાચંદ શેઠે હૂંડી લખી આપી અને ફક્ત બે પરોક્ષ આંસુએ કામ કર્યું. આ પ્રસંગમાંથી જ સદા સોમા (કે સવા-સોમા ?)ની ટૂંક શત્રુંજય તીર્થ ઉપર આકાર પામી. આવી હતી આપણી સાધર્મિક ભક્તિ. (૮) સાંતનુ
ભગવાન મહાવીરદેવ જ્યારે વિદ્યમાન હતા, ત્યારે સાંતનુ નામે પુણ્યશાળી શ્રાવક વસતો હતો. તેની પત્નીનું નામ કુંજીદેવી હતું. તે જ નગરમાં બીજા એક જિનદાસ નામે શેઠ હતા. સાંતનુ અને જિનદાસ બન્ને સંઘના આગેવાન હતા. બન્ને એક જ ગાદીએ બેસનારા હતા. પણ સાંતનુનાં દુષ્કર્મોનો ઉદય થયો. તેનું નસીબ ફર્યું. ધંધો પડી ભાંગ્યો, વખત એવો આવ્યો કે છેવટે ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. દિવસો ખરાબ જવા માંડ્યા. હવે કરવું
00
|| ૯૦ ||