SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સોમચંદ શેઠે તે કાગળ ફેરવી ફેરવીને વાંચ્યો. આ સદાચંદ શેઠનું ખાતું તો તેમના | ચોપડામાં ક્યાંય નજરે પડતું નથી. તેમને વિચાર આવે છે કે, “એક લાખ રૂપિયા માટે | | ૮૯ ||. બિલખવાનું સાહસ કોણ કરે ? આવું કેમ લખી આપે ?” આવા વિચારમાં સોમચંદ શેઠ તે જ કાગળ સામું જોયા કરે છે. ત્યાં કાગળ જરાક ઊપસી ગયેલો જણાયો. તેથી ખાત્રી થઈ કે | અહીં આંસુ પડેલાં હોવા જોઈએ. કોઈ આબરૂદારે રડતી આંખે આંસુ પાડતાં આ કાગળ લખી | આપેલ છે. આમેય સોમચંદ શેઠે સદાચંદ શેઠની ખ્યાતિ સાંભળી હતી. હા... એકબીજા સાથે Aિ વેપારી સંબંધ-લેણાદેણીનો સંબંધ તો ન જ હતો. સોમચંદ શેઠે પેલા વેપારીને એક લાખ | આ રૂપિયા ગણી આપ્યા. વગર ખાતાએ ફક્ત એ સાધર્મિકભાઈ ગણીને તેના પ્રત્યે ભક્તિ છે દર્શાવવા માટે જોયા-જાણ્યા વગર એક લાખ રૂપિયા આપ્યા ! કેવી જવલંત સાધર્મિક ભક્તિ ! | આ બાજુ થોડા દિવસમાં પરિસ્થિતિ પલટાઈ. બધાં વહાણો હેમખેમ કિનારે પાછા ફર્યા. [a વેપાર પાછો વ્યવસ્થિત થઈ ગયો. સારું કમાયા પછી સદાચંદ શેઠ એક લાખ રૂપિયા લઈ | પોતે સોમચંદ શેઠને આપવા ગયા. અમદાવાદમાં સોમચંદ શેઠની દુકાન શોધતાં પહોંચી ગયા. ] દુકાન ઉપર જઇને શેઠને મળ્યા પછી સદાચંદ શેઠ બોલ્યા, “શેઠ, લ્યો તમારા એક લાખ | એ રૂપિયા.” સોમચંદ શેઠ : “કોણ છો તમે !” સદાચંદ શેઠ - હું સદાચંદ, આપે મારા લખવાથી હૂંડી સ્વીકારી તેથી આભાર. ચોપડો H I ૮૯ // અજોઈ લો, મારો હિસાબ ચોખ્ખો કરી નાખો.
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy