________________
| ૮૩ '.
વળી મૌન હતું. ઉપકાર કર્યો તે અંગે કોઈ જાહેર કરવું ન હતું. એટલે બધાએ ટીપી ટીપીને માર્યો તોય મોંમાંથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ.
છેવટે કોઈ બોલ્યું, “અરે ! આ ચોર ન હોય ! નહીંતર આટલો માર ન ખાય, દીવો એ લાવો દીવો.” દીવો લાવવામાં આવ્યો અને જોયું તો પેલા ભાઈ ! “આ શું કર્યું આપણે ? આવેશમાં ને આવેશમાં ઢીબી નાખ્યા. અરે ! આ તો ફલાણાભાઇ ! આપણા શેઠ !' પછી જ બધા પોકે પોક મૂકી રડવા લાગ્યા. આ શ્રાવકની સુવાસ ગામમાં ફેલાયેલી હતી. ત્યાં કોઈ પણ ગુણ દુઃખીને એમની પાસે આશ્વાસન મળતું, સક્રિય સહાય મળતી. આવા પવિત્ર ઉપકારીને | આપણે ઢોરની જેમ માર્યો.’ આમ કહીને મુકવા પાડીને તેઓ રડવા લાગ્યા. તે શ્રાવક તો | ત્યાંથી ચૂપચાપ ચાલી નીકળ્યા. આવા પરગજુ, પરોપકારી, સાધર્મિક ભક્તિ કરનાર આજે પણ ગુણ
(૪) ઝાંઝણ શેઠ એ ઝાંઝણ શેઠે કર્ણાવતીથી છરી પાળતો સંઘ કાઢ્યો. તે સંઘમાં અઢી લાખ યાત્રાળુઓ
હતા. તે વખતે કર્ણાવતીમાં (હાલના અમદાવાદમાં) સારંગદેવ રાજા રાજ્ય કરતા હતા. તેમણે િઝાંઝણ શેઠને કહ્યું, ‘તમારા સંઘમાં જે સુખી માણસ હોય તેમને જમવાનું મારા તરફથી
આમંત્રણ છે તો તેવા જેટલા હોય તેમને મોકલી આપો.” એ ઝાંઝણ : મારા સંઘમાં સુખી અને દુઃખી એવો કોઈ ભેદ નથી.’ આમ કહીને તેમણે જ | | ૮૩ || લિરાજાનું આમંત્રણ સાભાર પરત કર્યું. વળી તેમણે કહ્યું, “મારે તો અઢી લાખ એક સરખા.” ક્ષિ