SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ || ૭૯ || કુમારપાળ : ના, એ ન બને. એક તો હું કૃપણ ગણાઉં છું. તેમાં તમો આ લાભ લેશો, તો મારા સંસ્કાર પ્રમાણે હા પાડી દઈશ તો વધુ ને વધુ કૃપણ બનીશ. તેને બદલે ધન ઉપ૨ની આ મૂર્છા મને ઉતારવા દો. કોષાધ્યક્ષ પાસેથી એક ક્રોડ સોનામહોર તમે લઈ લો. આભડશેઠ : અમારી સંપત્તિ તે રાજની જ સંપત્તિ છે. વૈશ્યો જે પ્રાપ્ત કરે, તેનો માલિક રાજા ગણાય. ભામાશાહે જરૂર પડી ત્યારે ૨૫ હજારનું સૈન્ય ઊભું કરી શકાય તેટલું ધન પ્રતાપને ચરણે ધર્યું. શા માટે આમ કર્યું ? કારણ કે વેપારીની કમાણી જરૂ૨ વખતે રાજાની જ સંપત્તિ ગણાતી હતી. વેપારીના દીકરાઓ વંશ-દરવંશ પિતાનો વેપાર જ કરતા એટલે જો બાપીકા ધંધામાં તેમની હથોટી આવી જતી. આથી તેઓ સારી એવી કમાણી કરી શકતા. આમ આપણે ત્યાં વંશપરંપરાથી વર્ણ અને વેપાર બીજમાં ચાલ્યા આવતા. સંસ્કારથી વ્યવસ્થિત રીતે જળવાઈ જતા હતા. વણકરનો દીકરો વણવાનો જ ધંધો કરતો. મોચીનો દીકરો જોડા સીવવાનું જ કામ કરતો કેમકે તે દરેકમાં તેવા સંસ્કારનાં બીજ ચાલ્યાં આવતાં હોય છે. તે તે ધંધાની તે તે વૃત્તિ-પ્રવૃત્તિઓ ધાતુઓમાં અસર ઊપજાવે છે. તેના સંસ્કાર બાળકમાં આવે છે. વગર ભણે બાળક બાપીકો ધંધો હસ્તગત કરી લેતો હોય છે. આથી જ પૂર્વે કોઈ બેકાર ન રહેતું. માટે જ તે સમયમાં ગરીબી ન હતી. બાપનો ધંધો તૈયાર હતો. બાળક મોટું થતાં તે ધંધો અપનાવી લેતું. આજે ધંધામાં વિકૃતિ પ્રવેશી છે. વિલક્ષણ શિક્ષણપદ્ધતિના કારણે, તે લેવાના આગ્રહે અને પ્રલોભને પરંપરાગત ધંધો ચાલુ નથી રહેતો કે ચાલુ રાખવા દેવાતો નથી. શું વકીલનો દીકરો વકીલ બની શકશે ? ના. નહીં બની શકે, વકીલાત || ૭૯ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy