SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનો વ્યું. તે ઓઢીને ભવ્ય વરઘોડામાં આચાર્યશ્રી ચાલ્યા જતા હતા. કુમારપાળે તે વસ્ત્રમાં સૂરિજીને જોયા, તેનું હૈયું કકળી ઊઠ્યું. તે ત્યારે તો કાંઈ ન બોલ્યા. વરઘોડો પૂર્ણ થયો કે અષ્ટાદ્વિકા કુમારપાળ તરત જ ઉપાશ્રયમાં ગયા, અને બોલ્યા, ‘ગુરુદેવ ! આ શું ? અમારા જેવા બેઠા બીજું હોય અને આપને આવું જાડું ખરબચડું ખાદીનું વસ્ત્ર હોય ખરું ? પ્રભો ! લોકો શું કહેશે ? કર્તવ્ય | ૭૮ || અઢાર દેશનો રાજા કુમારપાળ ! અને તેનાં ગુરુનું આવું વસ્ત્ર ? લોકો મને કૃપણ કહેશે. | સાધર્મિક મારી ટીકા કરશે. આ તો મારે શરમાવા જેવું થશે.” I વાત્સલ્ય ' સૂરિજી : કુમારપાળ ! આ વસ્ત્ર જેણે વહોરાવ્યું છે તે તારા રાજ્યમાં વસનારો સાધર્મિક Jભાઈ છે. તને એ વિચાર કેમ નથી આવતો કે મારા રાજયમાં આવું ખરબચડું, જાડું વસ્ત્ર શિ વહોરાવનાર સાધર્મિક ભાઈ કેવો હશે ? તેથી તને એમ થવું જોઈએ કે, “મારો સાધર્મિક ભાઈ આવો ગરીબ ? ખરેખર ! શરમાવા જેવું તો તારે છે.” આ સાંભળતાં જ કુમારપાળે ત્યાં ને ? સિયાં પ્રતિજ્ઞા કરી કે દર વર્ષે ૧ કરોડ સોનામહોર સાધર્મિકભક્તિ માટે વાપરવી. ત્યાર પછી ચિકમારપાળ ચૌદ વર્ષ જીવ્યા. તેમણે ૧૪ ક્રોડ સોનામહોરો સાધર્મિક ભક્તિ કરવા માટે વાપરી. આ તે નિર્ધન સાધર્મિકને જઘન્યથી ૧૦૦ સોનામહોરો આપતા. વધુમાં જેટલી જરૂરિયાત હોય તેટલી આપતા. એક વર્ષ પૂરું થયું પછી આ ભક્તિ અંગેનો વહીવટ કરનારા આભડશેઠે શિ શકુમારપાળને કહ્યું, “પ્રથમ વર્ષની આ ભક્તિ કરવાનો લાભ મને આપો, આ રકમ હું લેવા એ માંગતો નથી.' | ૭૮ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy