________________
૭પ ||
અનાથ વીતરાગ પરમાત્મા આપણને મળ્યા છતાંયે ધન પ્રત્યે વિરાગ કેમ ઉત્પન્ન થતો નથી ? સાધર્મિક પ્રત્યે અહોભાવ કેમ જન્મતો નથી ? પરમાત્માની પાછળ ઘેલું કેમ લાગતું નથી ? જો ધર્મ સાથે આપણો સંબંધ થાય તો ધર્મના સંબંધમાં જેટલા આવતા હોય તે બધા સાથે પણ | આપણો સંબંધ થઈ જાય. કુમારિકાનું વેવિશાળ થાય છે પછી તેનું લગ્ન થાય છે. લગ્ન થયું | એટલે તેનો પતિ જ નક્કી નથી થતો પણ પતિના સંબંધે સાસુ, સસરા, જેઠ, જેઠાણી, નણંદ વગેરે બધા નક્કી થઈ જાય છે. પતિના સંબંધને કારણે અન્ય સંબંધો આપોઆપ નિર્મિત થાય છે. એક સ્ત્રીનો એક પતિ નક્કી થયા પછી તેના બાપનો, માનો બધાનો સંબંધ નિશ્ચિત થઈ જાય છે. પતિદેવ તરીકે જાણકારી થઈ એટલે પછી કન્યાને એમ નથી કહેવું પડતું કે આ તારો સસરો, આ તારી સાસુ, આ તારી નણંદ કે આ દિયર, તે બધા સંબંધ આપોઆપ જોડાઈ જાય છે. તે પ્રમાણે એક ધર્મ બરોબર સમજાઈ જાય તો તેના પ્રણેતા ભગવાન શિ સમજાય. ધર્મના સંબંધી સાધર્મિક ઓળખાયા પછી ઉપાશ્રય, કેસર, જ્ઞાનભંડાર વગેરે માટે આપોઆપ ધન વપરાય. ધન પ્રત્યેની મૂર્છા ઓછી થાય. કોઈ સ્થાને તોટો હોય તો તરત પૂરો થઈ જાય. એક સાધર્મિક ભક્તિ કરવાનો ભાવ જાગે એટલે સર્વ અન્ય બાબતો પ્રત્યે સદ્ભાવ છે જાગે.
પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્યોમાં સાધર્મિકવાત્સલ્યની આગવી વિશિષ્ટતા છે, એટલું જ | નહિ પણ સાધર્મિક વાત્સલ્યની વિશિષ્ટતા હોવાથી વર્ષ દરમ્યાન શ્રાવકે કરવાના અગિયાર | શકર્તવ્યોમાં પણ તે સાધર્મિક વાત્સલ્યનું સ્થાન છે. એટલે આ સાધર્મિક-ભક્તિ બને તો હંમેશ હિ
| ૭૫ |