________________
અષ્ટાદ્ધિા પ્રવચનો | ૭૪ ||
બજેમ પૈસો ગમે તો પૈસાદાર ગમે, સત્તા ગમે તો પ્રધાનો ગમે.
ધર્મ હૈયામાં હોય તો ધર્મીજન-સાધર્મિક બંધુ–પ્રત્યે હૈયામાં ભાવ જાગે. શ્રાવક નબળો દુબળો શા માટે દેખાય છે ? કારણકે ધર્મ સાથેનો સુખી માણસોનો નાતો ઘણા અંશે તૂટી એ બીજું ગયો છે. તેથી ધર્મ કરનાર-ધર્મી-સાધર્મિક સાથે સંબંધ તૂટી ગયો છે. ઉપાશ્રય, કેસર, સુખડ, શ કર્તવ્ય વગેરેમાં તોટો આવે છે, કારણ કે ધર્મ પ્રત્યે ભાવ ઘટ્યો છે. આવા બધા તોટા પૂરવા માટે સાધર્મિક એકબીજાના મોં સામે જોશે. લખપતિ, હજારપતિના મોં સામે જોશે અને હજારપતિ, વાત્સલ્ય લખપતિના મોં સામે તાકશે. કોઈ એક સો રૂપિયા ભરે તો બીજો પંચોતેર રૂપિયા જ લખાવશે. આથી ખાતાઓની ખોટ પુરાતી નથી. પછી દેવદ્રવ્યના હવાલા નાંખીને બધા ખાતાનો વહેવાર ચલાવાય છે. આમ જ્યાં દેવદ્રવ્યનું ભક્ષણ થતું હોય, ત્યાં તે સંઘ કે તે પેઢી ક્યાંથી ઊંચા આવે ?
આજે ધર્મ સાથે માનસિક સંબંધ તૂટી ગયો છે. ફક્ત કાયિક સંબંધ રહ્યો છે. પ્રભુ પ્રત્યે : અહોભાવ જાગતો નથી. “મારા નાથ ! ત્રણ લોકના નાથ ! અહાહા કેવા ! પરમ કૃપાળુ ! કરુણામય !” આવો ભાવ જાગતો નથી. પછી ઉછામણીમાં ભલેને ૫૦ લાખની ઊપજ થઈ હોય. ભગવાનને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવામાં એક પૈસાનો ખર્ચ નથી પણ તે મફતીઓ ધર્મ | પણ થતો નથી. હૃદયમાં પ્રભુ ઓતપ્રોત થવા જ જોઈએ.
આપણો તો લોકોત્તર ધર્મ છે. જિનશાસન સર્વોચ્ચ કોટિનું ધર્મ શાસન છે. ત્રણ લોકના