SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કરી તેના કરેલા બધા ધર્મ મૂકો એટલે કે તમે માસક્ષમણ કર્યા હોય, અઢાઈઓ કરેલી હોય, ઉપધાન, ઉજમણા કર્યા હોય, સામાયિકો અને પ્રતિક્રમણો કર્યા હોય, દીક્ષાઓ આપી હોય, પ્રતિષ્ઠાઓ એ |ી કરાવી હોય-વગેરે બધા ધર્મ એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં ફક્ત એક જ સાધર્મિકની એક વખત તમે ભક્તિ કરી હોય તે ભાવપૂર્ણ ભક્તિ મૂકો તો બે પલ્લાં સરખાં : થશે. આજે સાધર્મિક પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થતી નથી તેનાં કારણો કયા કયા છે ? સવાલ એ થાય છે કે સહુને સાધર્મિક પ્રત્યે ભક્તિભાવ કેમ જાગતો નથી ? તેનું મુખ્ય કારણ એ છે કે જેને ધર્મ પ્રત્યે ભાવ જાગ્યો નથી તેને સાધર્મિક પ્રત્યે સદુભાવ જાગે નહિ. જેને ધર્મ ગમે, તેને જ સાધર્મિક ગમે. સાધર્મિકનો સંબંધ તે ધર્મ સાથેનો સંબંધ છે. ધર્મના હિનાતે તે સાધર્મિક છે, પણ ધર્મમાં જ ડીંડવાણું હોય ત્યાં સાધર્મિક પ્રત્યે ભક્તિ જાગે છે એ ક્યાંથી ? | આજે બૂમો પાડવામાં આવે છે કે, “સાધર્મિકની ભક્તિ કરો. સાધર્મિક માટે કાંઈક કરો.’ | તે માટે ગમે તેટલો પ્રચાર થાય છે, પણ પરિણામ શૂન્ય શા માટે આવે છે ? કારણ કે સાચો | ધર્મસ્નેહ જ જાગ્યો નથી. તેથી ધર્મના નાતાથી જ જોડાઈ શકતા સાધર્મિક પ્રત્યે પણ સ્નેહ કિ જાગતો નથી. ણ ધર્મ ગમે તો ધમ ગમે : ગુણ ગમે તો ગુણી ગમે : સામાયિક ગમે તો આપણને હિ સાધુઓ ગમે : ત્યાગ, બ્રહ્મચર્ય, તપ, વિરતિ ન ગમે તો તેના ધારક સાધુઓ પણ ન ગમે. | ૭૩ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy