________________
અષ્ટાદ્વિકા પ્રિવચનો | ૫૮ ||
મુનિઓ પાસે કર માંગવાની હઠે ચડેલા રાજાને તેના સૈન્ય સહિત પુલાક લબ્ધિધર ને મુનિએ પાઠ ભણાવ્યો હતો. * અને કોના તરણતારણહાર તત્ત્વો ઉપર આપત્તિ આવે ત્યારે તેની રક્ષા જો ગૃહસ્થો ન પહેલું કરી શકે અથવા ઉપેક્ષા કરે તો છેવટે ગીતાર્થ મુનિઓએ આગળ આવવું જ પડે. | કર્તવ્ય
પ્લેચ્છોના આવી રહેલા ખુંખાર આક્રમણથી પ્રતિમાજીઓની રક્ષા કરવામાં કાયર બનેલા આ અમારી અને સ્વરક્ષાર્થે ઉદ્યમી બનેલા ગૃહસ્થોને બાજુ ઉપર રાખીને યક્ષદેવસૂરિજીએ રાતોરાત માં પ્રવર્તન પોતાના સાધુઓના માથે એકેકી પ્રતિમા ઊંચકાવીને રક્ષા-કાર્ય પાર ઉતાર્યું હતું. આ જંગલમાં અધવચ્ચે અટકી પડેલી મોટરનું મશીન ધક્કો મારીને ચાલુ કરવામાં પ્રાઇવર નબળો પડે તો છેવટે શેઠને પણ મોટરની ગાદી ઉપરથી ઊતરીને ગાડીને ધક્કો મારવો પડે. | કટોકટીના સમયમાં કેટલાક કર્તવ્ય અકર્તવ્યરૂપ બની જતા હોય છે અને કેટલાક અકર્તવ્યો કર્તવ્યરૂપ બની જતા હોય છે. શાન્તિકાળની કેટલીક નીતિ અને કટોકટી કાળની કેટલીક નીતિ અલગ હોય છે. શાન્તિકાળમાં યાન રખાતી તલવાર યુદ્ધકાળમાં મ્યાન રાખી શકાય નહિ. એક જ નીતિને સદા માટે વળગી રહેવાની વાત આ સમયે મૂર્ખતાભરી લાગે.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. વર્તમાનકાળના બુદ્ધિજીવી જીવોને અનેક | પ્રસંગોમાં અત્યન્ત ક્રાન્તિકારી દેખાતા આ કલિકાલસર્વજ્ઞ સૂરિજીએ પાંત્રીસ હજાર અજૈનકુટુંબોને જૈનધર્મી બનાવ્યા હતા.
|