________________
દુધ કે ધી જો બજારમાં ચરબીયુક્ત જ મળતા હોય અને તેથી લાખો લોકોની બુદ્ધિ ભ્રષ્ટ
થિઈને જીવન ભ્રષ્ટ બનવાનું હોય : મુનિ-સંસ્થા પણ તેનો ભોગ બનીને મુનિપણાથી બરબાદ | પ૭ ||
થવાની હોય તો સાધુએ ગૃહસ્થોને એ વાત ઉપદેશના રૂપમાં કહેવી જ પડશે કે, “ઘરમાં પશુ રાખીને જો શુદ્ધ દૂધ ધી મેળવાય તો જ હવે બુદ્ધિભ્રંશથી બચી શકાય તેમ છે.'
અહીં સ્વરૂપ-સાવધતાને પ્રધાન બનાવીને તે ઉપદેશ તરફ અછૂતતા દાખવવી તે ધરાર અયોગ્ય લાગતું નથી, હા...તેવો ગૃહસ્થ-પ્રચારક વર્ગ ઊભો કરી દેવાય તો એના જેવું ઉત્તમ
બીજું એ કેય નથી. અન્યથા આપદ્ધર્મ તરીકે આમ કર્યા વિના મુનિઓને છૂટકો નથી. આ સમગ્ર આર્યમહાપ્રજા : સમગ્ર મુનિ-સંસ્થા આચારથી, વિચારથી અને ઉચ્ચારથી એકદમ બ્રિષ્ટ થઈ જાય તેવો સમય ખૂબ ઝડપથી નજીક આવી રહેલો જણાય છે.
આપદ્ધર્મ રૂપે કેટલીક વાર કેટલીક વાતો કરવી પણ પડે.. પૂજય સેનસૂરિજીએ બત્રીસ વર્ષની વયની નીચેની સ્ત્રી-દીક્ષા બંધ કરી દીધી હતી.
વેરો ભરવાના વિરોધમાં શત્રુંજય-તીર્થની યાત્રા ભારતભરના મહાજનોએ બંધ કરાવી હતી. - સાધ્વીજીની રક્ષા માટે પૂજ્ય કાલકસૂરિજીએ યુદ્ધ ઊભું કર્યું હતું.
વિષ્ણુકુમાર મુનિએ વિરાટ રૂપ ધારણ કરીને દુષ્ટ મત્રીને સખ્ત પાઠ શિખવાડી દીધો
બિહતો.
| પ૭ |
વાલી મુનિએ તીર્થરક્ષા માટે રાવણને લોહી-વમતો કરી દીધો હતો.