SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાદ્વિકા પ્રવચના | ૫ || અને તેથી પ્રજામાં કારમી અંધાધૂંધી ફેલાય અને તેથી પ્રજા વિષય-કષાયના ઉન્માર્ગ તરફ દિલ ધસી જાય તો તેના નિવારણ માટે જરૂરી જે કોઈ વ્યવસ્થા હોય તેનું પ્રતિપાદન સ્પષ્ટ રીતે આ ગૃહસ્થ કરી શકે, નિષેધમુખે મહાગીતાર્થ સાધુ પણ કરી શકે. પોતાના ગૃહથ-જીવનકાળમાં : પહેલું રાજા ઋષભે સ્ત્રીની ચોસઠ કળા, પુરુષની બોંતેર કળા, સો પ્રકારના શિલ્પ-કર્મ વગેરેનું જ્ઞાન : કર્તવ્ય પ્રજાને આપ્યું હતું અને સંભવિત અંધાધૂધીનું નિવારણ કર્યું હતું. મુનિ થયા બાદ તે પ્રસન્ન | અમારી અને શાન્ત જીવન જીવતી પ્રજાને સર્વવિરતિ ધર્મનો અને મોક્ષના લક્ષનો ઉપદેશ આપ્યો હતો. પ્રવર્તાન બીઆઈન્નીતિ ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ તથા ધર્મબિન્દુ ગ્રન્થમાં પૂજ્ય હરિભદ્રસૂરિજીએ નિષેધમુખે | કિ વિશેષણાર્થ પ્રાધાન્યરૂપે (ન્યાય સંપન્નવૈભવ) પણ જે અર્થાદિ વ્યવસ્થાનું પ્રતિપાદન કર્યું છે, તેનું કારણ પણ આ જ છે. | જો વર્તમાનકાળના ગૃહસ્થ કતલખાનાઓની હિંસાને નિવારવા માટે જરૂરી પશુપાલનની વાતને ઘેર ઘેર પહોંચતી કરવાના પ્રયત્નમાં-તથા અન્ય એવી અનેક બીજી પણ સાવદ્યગર્ભિત દેખાતી બાબતોને ઘેર ઘેર પહોંચતી કરવામાં નિષ્ફળ જાય કે તેની સરિયામ ઉપેક્ષા કરે તો ગગીતાર્થ મુનિઓએ ભાષાસમિતિને બરોબર સાચવીને, મુનિજીવનની મર્યાદાઓમાં બરોબર =1 રહીને નિષેધમુખે કે છેવટે પૂર્વોક્ત રીતે વિધિમુખે પણ કેટલીક વાતો કરવી પડશે એમ લાગે છે. જો તેઓ તેમના સ્વરૂપ-સાવદ્યને જોઈને તે વાત નહિ કરે તો મોટા ભાગની આર્ય- કિ. મહાપ્રજા બહુ ઝડપથી માંસાહારી બની જશે, દુરાચારી અને ભ્રષ્ટાચારી પણ થઈ જશે. દા.ત, | પ૬ //
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy