SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ || ૫૫ || જાય. જો કોઈ પ્રજાજન પૂર્ણ બ્રહ્મચર્ય પાલન સ્વરૂપ સર્વવિરતિ ધર્મનો સ્વીકાર ન કરી શકે તેથી કાંઈ તે વાસનાને છુટ્ટો દોર આપી શકતો નથી. છેવટે તેણે કોઈ એક સ્ત્રી (કે પુરુષ) સાથે બંધાઈને શેષ સર્વની સાથે મા, બેન સમાન વ્યવહાર કરવો : તે બધા સાથે વાસનાવિહીન જીવન જીવવું એનું જ નામ જિનશાસનની લગ્ન-વ્યવસ્થા. એ જ રીતે ધન કમાવવું જ પડે તો ન્યાયથી જ કમાવવું એવું જે પ્રતિપાદન તે જિનશાસનની અર્થવ્યવસ્થા. આમ જિનશાસન માત્ર મોક્ષ અને તેને આંબવા માટેના ધર્મની જ વાત કરીને અટકતું જ અનથી. પરન્તુ તે મોક્ષ અને તે ધર્મ તરફ જીવ ગમન કરતો રહે તેવા પ્રકારની અર્થ અને કામની પણ નિષેધમુખી વ્યવસ્થા (અનુશાસન) કરવા સુધી આગળ વધે છે. આથી જ જિનશાસન કહે છે કે જૈન કે અજ્જૈનની જે કોઈ માર્ગાનુસારિતાની જીવન પદ્ધતિ-સમ્યગ્દર્શન, દેશિવરતિ, સર્વવિરતિ યાવત્ ચૌદમું ગુણસ્થાન... અને છેલ્લે મોક્ષ પામવા તરફ જીવને લઈ જવામાં મદદગાર બનતી હોય તે બધી અજૈનની પણ માર્ગાનુસારિતા એ યોગ છે, અધ્યાત્મભાવ છે. ધર્મ છે. એટલે રામનું કે કૃષ્ણનું નામ રટીને જો કોઈ અજૈન પોતાના કામ, ક્રોધાદિના દુષ્ટ ભાવોને જડબેસલાક શાન્ત કરી શકતો હોય તો તે પણ તેની તે કક્ષામાં ધર્મ છે, તેને અધર્મ કે મિથ્યાત્વ કહી દેવાનું ઝનૂની પ્રતિપાદન સાચો જૈન કદી કરે નહિ. વસ્તુતઃ ગતે અજૈન પણ ભાવ-જૈન છે. ઉદાર જિનશાસન આ મુદ્દા ઉપર રાજ-વ્યવસ્થા પણ જિનશાસનમાં વિચારાઈ છે. જો રાજવ્યવસ્થા ન રહે || ૫૫ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy