________________
FEB
અાફ્રિકા
પ્રવચનો
|| ૪૮ || ||
ગૂર્જરેશ્વરના અમારિ–પ્રવર્તનના અનેક પ્રસંગો આપણે જોયા. હવે આપણે તેમની દેવ, ગુરુ અને ધર્મ સંબંધિત ઉત્તમ કોટિની વફાદારી, ચાહના, અજબગજબની ઉપાસના તરફ દૃષ્ટિપાત કરીએ.
સમ્યગ્દર્શનને પામેલા અને મહા-શ્રાવક બનેલા આત્માના અંતરના ઓજ અને તેજ આપણને અહીં જોવા મળશે.
અરિહંત ભક્તિ
ગૂર્જરેશ્વરે પોતાના જીવનકાળમાં ચૌદસો ચુમ્માલીસ શિખરબંધી નૂતન જિનાલયો સ્વદ્રવ્યથી બંધાવ્યા હતા. તેમાં પોતાના પિતાશ્રીના નામનું ત્રિભુવનપાળ વિહાર જિનાલય છત્તું ક્રોડ સોનામહોર ખર્ચીને તૈયાર કરાવ્યું હતું. સોળસો પ્રાચીન જિનાલયોના જીર્ણોદ્વાર કરાવ્યા હતા. પણ સબૂર ! બાપ કરતાં બેટો સવાયો નીકળ્યો.
ગૂર્જરેશ્વરનો એકનો એક પુત્ર નૃપસિંહ બહુ નાની-કિશોર વયે–મૃત્યુ પામ્યો હતો. મૃત્યુની છેલ્લી પળોમાં તેની આંખમાં આંસુ જોઈને, તેને છેલ્લી આરાધના કરાવવા માટે ઉપસ્થિત રહેલા કલિકાલસર્વજ્ઞે આંસુનું કારણ પૂછ્યું. નૃપસિંહે કહ્યું કે, મારી એક ભાવના અધૂરી રહી ગયા બદલ હું રડી રહ્યો છું. એક વાર મને વિચાર આવ્યો હતો કે, મારા પિતાજીએ જે સેંકડો જિનાલયો બાંધ્યાં તે બધા આરસના પથ્થરના બાંધ્યા. હું મોટો થઈશ ત્યારે તેમના જેવો કંજૂસ નહિ બનું. હું જે જિનાલયો બંધાવીશ તે તમામ સોનાની પાટોના જ
HT
પહેલું કર્તવ્ય
અમારી
પ્રવત્તન
|| ૪૮ ||