SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણી ક્ષણો ઇતિહાસને સર્જતી નથી, કોક પળ જ ઇતિહાસનું સર્જન કરે છે. ઘણા અમાણસો નહિ પણ કોક વિરલો અને હીરલો જ ઇતિહાસનું સર્જન કરતો હોય છે. | ૪૭ || જ ધરતી બે હાથ ગણતી નથી. તેને એક માથું ખપે છે. એથી ય આગળ વધીને કહું તો તે કોક બત્રીસ લક્ષણાના લોહીની પ્યાસી છે. રક્તનાં ચાર ટીપાં પણ તેને બસ થઈ પડે છે. ] : દિલગીરીની વાત છે કે જૈન-ધર્મ લગભગ વણિક-કોમ પાસે ચાલી ગયો છે. આ કોમ | ખૂબ જ બુદ્ધિમાન અને ધનવાન છે એ તેનું સુ-લક્ષણ છે, પરન્તુ તે ખૂબ જ ઠંડા લોહીની કામ હોવાથી બલિદાન માટે તે કદી તૈયાર હોતી નથી. વણિક લોકો દાનમાં પાંચ મિનિટમાં ધિનના ઢગલા કરી શકે છે પણ લોહીનો એક બાટલો પણ નોંધાવી શકતા નથી. આ | સત્ત્વહીનતાને લીધે અન્ય ધર્મોના અનુયાયી જેવા-ખભે થેલો લઈને ધર્મ સંસ્કૃતિનો ગામડે | ક ગામડે પ્રચાર કરનારા-માણસો જૈનધર્મના અનુયાયીઓમાંથી મળી શકતા નથી. સત્ત્વ વિનાના ધન અને બુદ્ધિ શા કામના ? કેટલાક શીખ લોકોની ધર્માન્જતાથી કે મુસ્લિમ લોકોની આગભરી હિન્દુ-ધર્મ વિરુદ્ધની વાતોથી વૈદિક ધર્મ પાળતા હિન્દુઓના લોહી કદાચ ઊકળી | શિપડશે, પણ જૈન ધર્મ પાળતી વણિક કોમનું લોહી પોતાના ધર્મના સર્વનાશના સમયે પણ | નિવાયું જેટલું ગરમ પણ થશે કે કેમ ? તે મોટો સવાલ છે. ધર્મનાશના કપરા સમયમાં અને એ ઠરીને થીજી ગયેલા લોહીની સ્થિતિમાં, માત્ર ત્રણ માણસો દ્વારા અર્ણોરાજના વિરાટ સૈન્યને | આંખના પલકારા જેટલા સમયના ઝંઝાવતી આક્રમણ કરીને જવલંત વિજયને ખીસામાં મૂકી છે દેતા કુમારપાળને કોટિ કોટિ વંદન કરવાનું દિલ થઈ જાય છે.
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy