________________
અષ્ટાદ્ધિક
પ્રવચનો - || ૧૨૪ ||
વિદ્યાસાગરે ત્યાં જઈને તેનું માથું ખોળામાં લીધું. ઉપચારો શરૂ કર્યા. થોડી વારમાં તે શભાઈ ભાનમાં આવ્યો. રસ સાકર કરતાં મીઠી ભાષામાં માથે હેતથી હાથ ફેરવતાં ઈશ્વરચન્ટે તેને પૂછ્યું, “ભાઈ ! એ ત્રીજું
હવે કેમ લાગે છે ? તને સારું છે ને ? ગાડી થોભતાં જ હું તારા માટે કૉફી મંગાવું છું. જરા જ કર્તવ્ય જય ચિન્તા ન કરીશ. હું તને તારા ઘર સુધી પહોંચાડી દઈશ.”
ક્ષમાપના - પેલો પ્રવાસી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ઈશ્વરચન્દ્રની પુનઃ પુનઃ માફી માંગી !
આવા અજૈન પ્રસંગો નજરમાં આવે છે ત્યારે મને હંમેશા વિચાર આવે છે કે પોતાને બહુ મહાનું માનતાં વિલક્ષણ સ્વભાવના જૈનો, નાનકડા ગુણવિકાસને પામેલા માણસોમાંથી પ્રેરણા લઈને પોતે વિશિષ્ટ ગુણસંપન્ન બને તો કેવું સરસ !
જૈનોને જ મળેલો કેવો મહાન્ સ્યાદ્વાદ ! જે સર્વત્ર સંઘર્ષ મિટાવવાની, વૈરની ગાંઠો દૂર કરવાની, સમન્વય અને સ્નેહ પ્રસરાવવાના પાઠો શીખવે છે છતાં જૈનોમાં વાતે વાતે સંઘર્ષ | કેમ જોવા મળતો હશે !
આમાં કાળની જ બલિહારી સમજવી ને ?
ર૪ ||