SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું કર્તવ્ય : અટ્ટમનો તપ | ૧ ૨૫ ||. તપ એ વિશિષ્ટ કોટિનું કર્તવ્ય છે. નવપદોમાં અપેક્ષાએ તપ એ ઉત્કૃષ્ટ તપ છે. ધર્મની આરાધનાથી ધર્મી થવાય. પંચ પરમેષ્ઠિ-અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય ને સાધુ એ બધા અધર્મી છે. એમાંના કોઈ પણ સ્થાનની પ્રાપ્તિ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી ધર્મોની આરાધનાથી થાય. સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયી છે. દેવ-ગુરુ અને ધર્મ એ તત્ત્વત્રયી છે. Aઆ રત્નત્રયી અને તત્ત્વત્રયીમાં સમગ્ર જૈનશાસન સમાઈ જાય છે. નવપદમાં તે રત્નત્રયી અને તત્ત્વત્રયીનો સમાવેશ થાય છે. એ રત્નત્રયી એ જ મોક્ષમાર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના સમન્વયથી મોક્ષપ્રાપ્તિ થાય છે. પણ જો તેમાં અશુદ્ધિ આવી જાય તો કદાપિ મોક્ષ ન મળે. તે ત્રણે રત્નો શુદ્ધ હોય તો જ મોક્ષ મળે. એ અશુદ્ધિ દૂર કરવાનો કોઈ ઉપાય છે ખરો ? હા, તે ઉપાય છે, તા. ધિરત્નત્રયીની આરાધના વગર પંચ પરમેષ્ઠિ પદમાનું કોઈપણ પદ પ્રાપ્ત કરી શકાય નહીં અને તેમાં ક્યાંય પણ નાની-મોટી અશુદ્ધિ રહી હોય તો સાધુપદ પણ પામી શકાય નહીં, પછી બ્રિસિદ્ધ વગેરે પદોની વાત જ ક્યાં રહી ? એટલે દર્શનાદિમાં જે અશુદ્ધિ આવી હોય તે ટાળવી | વિજ જોઈએ. અશુદ્ધિને ટાળી આપે છે ત૫. જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી કપડાંનો મેલ તપરૂપી | વિસાબુથી શુદ્ધ થાય છે. તે કાપડ શુદ્ધ થાય તો જ મોક્ષ મળે, તો જ પંચ પરમેષ્ઠિમાં સ્થાન દિન મિળે. આમ તપ એ નવપદમાં સૌથી મહત્ત્વનું પદ બની રહે છે. આખા વર્ષના પર્યુષણાના | | ૧૨૫ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy