SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ || ૧૧૩ || ક્ષમાપનાના ત્રણ પ્રકાર (૧) ક્ષમાપના માંગવી (૨) ક્ષમાપના આપવી અને (પ્રસંગોપાત્ત) (૩) ક્ષમાપના કરવી. સંવત્સરીના પર્વના દિવસે પરસ્પર ક્ષમાપના માંગવી અને આપવી, ખામેમિ સવ્વ જીવે’ હું સર્વ જીવોની ક્ષમા માગું છું. ‘સવ્વ જીવા ખમંતુ મે' સર્વ જીવો ઉદાર બનીને મારી ભૂલની મને માફી આપો. આ બે-ક્ષમા માંગવી, અને આપવી-હજી સરળ છે, પણ આત્માની સાખે ક્ષમા કરવી એ ખૂબ દુષ્કર છે. આપણી જાત સાથે આપણે કેટલા અપરાધ કર્યા ? વિષયકષાયની લાલચોથી કર્મો બાંધીને આપણી જાતને દુર્ગતિમાં મોકલીને હેરાનહેરાન કરી નાખી. જમવામાં જંગલો ને કુટાવામાં ભગલો.’ આપણે આત્માને કેટલી બાબતોથી દુર્ગતિમાં ધકેલીને હેરાન કર્યો ! પહેલી ક્ષમા જીવો પાસે માંગવાની, બીજી ક્ષમા જીવોને આપવાની, અને ત્રીજી ક્ષમા જાત સાથે કરવાની. ક્ષમા માંગવી અને ક્ષમા આપવી તે બંનેમાં ફરક છે. ક્ષમા માંગવી એટલે શું ? ધારો કે મેં અપરાધ કર્યો તો મેં કરેલ અપરાધની સામી વ્યક્તિ પાસે ક્ષમા માંગુ છું. અપોતાની પ્રત્યે અન્ય કોઈએ અપરાધ કર્યો હોય તો તેને ક્ષમા હું આપું છું. જેણે ભૂલ ક૨ી મનથી, તેને ક્ષમા આપવી એ કર્તવ્ય છે. ક્ષમા માંગવા કરતાં ય ક્ષમા આપવાનું વધુ કઠિન છે ॥ ૧૧૩ || એકેમ કે જેણે ભૂલ નથી કરી તેને થાય કે, ‘હું શા માટે ક્ષમા આપું ?'
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy