________________
અષ્ટાદ્વિકા
પ્રવચનો | ૧૧૨ ||
21
સૂરિવર ભદ્રબાહુસ્વામીજી કલ્પસૂત્રમાં પરમાત્મા મહાવીરદેવના ઉપસર્ગ સમયની અવસ્થા વર્ણવતાં કહે છે કે “ઉપસર્ગના કાળમાં પ્રભુ શાન્ત હતા, પ્રશાન્ત હતા ઉપશાન્ત || હતા.” પ્રભુની જે સિદ્ધિ તે આપણી સાધના. જૈન ધર્મ પામીને શું શીખવાનું ? શું આ મેળવવાનું ? એનો એક જ ઉત્તર છે, શાંત થવાનું, પ્રશાંત થવાનું, ઉપશાંત થવાનું. માટે જ કલ્પસૂત્રમાં કહ્યું છે કે, “જે ખમાવે છે તે આરાધક છે, જે ખમાવતો નથી તે આરાધક નથી, ક્ષમાપના ખમાવવું એ જ ધર્મનો સાર છે.”
જયાં વૈરભાવ છે, ત્યાં આરાધના નથી, જ્યાં વૈરભાવ નથી ત્યાં જ આરાધના સુંદર થઈ I શકે છે. આ આરાધના ઉપર બીજી બધી આરાધનાઓ આધારિત છે. ઝઘડા કરો, વૈર રાખો અને પછી આરાધના કરો, તેમાં કાંઈ ભલીવાર આવે નહીં. ભલે પછી તમે આરાધનાનો | પ્રયત્ન કરતા હો પણ તે પાણીને વલોવવા બરાબર છે. જરાક પણ અપરાધની વૃત્તિમાં રહીએ
ધર્મ જામતો નથી. સર્વ પ્રત્યે અવૈર સાધીએ તો જ નવકાર મંત્ર સ્મરવામાં અનેરો આનંદ આવે. ત્યારે જ સમાધિ સરસ થાય.
એક પણ વ્યક્તિની સાથે, વૈરભાવની ગાંઠ રહેલી હોય ત્યારે મનની પ્રસન્નતા રહેતી નથી. જેમ શેરડીના સાંઠાની ગાંઠના ભાગમાં રસ હોતો નથી તેમ વૈરની ગાંઠને કારણે જીવન નીરસ બની રહે છે. તમામ ગાંઠોનું વિસર્જન થયા બાદ ખૂબ આનંદ અનુભવાય છે.
| ૧૧ ૨ ||