________________
પચ્ચીસમો ભવ
સૌથી મહત્ત્વનો વિકાસ આ ભવમાં થાય છે. શું છત્રિકા નગરીમાં જિતરાત્રુ રાજા હતો. તેને ભદ્રા નામે રાણી હતી. તેમના પચ્ચીસ લાખ વર્ષવાળા હું નંદન રાજકુમાર રૂપે પુત્ર થયા.
નંદન રાજકુમારે સંસારનાં દુઃખો અને પાપો જોઈને પોટિલાચાર્ય પાસે દીક્ષા સ્વીકારીને સુંદર ચારિત્ર પાલન કર્યું. દીક્ષાદિવસથી ચાવજીવ માસખમણ અને વીસસ્થાનકની સુંદર આરાધના કરી. આમ, એક લાખ વર્ષ સુધી મા ખમણને પારણે (અગિયાર લાખ, એંશી હજાર, છસો છે પિસ્તાલીશ) માસખમણ કર્યા. આ આરાધનાની સાથે સમ્યક્તની વિશિષ્ટ નિર્મળતા તથા દુઃખે છે અને પાપે સબડતા જીવોને મુક્તિમાં પહોંચાડી દેવાની તીવ્ર કરુણાને કારણે નંદનઋષિએ તીર્થંકર નામકર્મની નિકાચના કરી.
વીસમાંથી એક કે બધા સ્થાનકની આરાધના કરવા સાથે સમ્યકત્વને અત્યંત નિર્મળ કરીને છે જગતના જીવમાત્રને તારવાની ભારોભાર કરુણા તીર્થકરોના આત્મામાં છલકાઈ હોય ત્યારે – છેલ્લેથી ત્રીજા ભવે - તેઓ તીર્થંકર નામકર્મની નિકાચના કરે છે.
(૯૧)