________________
(૮૯)
એનાં બીજ સોળમાં વિશ્વભૂતિ મુનિના ભવમાં રોપાયાં હતાં... મથુરા નગરીમાં ગાયની હડફેટમાં છે છે આવી જવું, જમીન ઉપર પડી જવું, વિશાખાનંદીએ કરેલ મશ્કરી સાંભળતાં ક્રોધમાં આવી ગાયને છે જ શિંગડાથી પકડી આકાશમાં ભમાવવી અને એટલેથી જ ન અટકતાં માનદશામાં આગળ વધી છેવટે 8 આજ સુધીની મારી સમગ્ર તપશ્ચર્યા અને ઉત્કટ સંયમારાધનાનું જે કોઈ પણ ફળ પ્રાપ્ત થવાનું હોય છે
તે ફળમાં મને ભવાન્તરમાં વધુમાં વધુ શારીરિક બળની પ્રાપ્તિ હો....” આ નિયાણું કરવાના આ અધ્યવસાયો પાપાનુબંધી પુણ્યનું કારણ હતું.
તે કારણથી જ વાસુદેવના ભવમાં ઉગ્ર પાપો કરીને ભવિષ્યમાં ભગવાન થનાર એવો પણ વાસુદેવનો આત્મા એક વાર સાતમી નરકમાં પહોંચી ગયો... છે એકલા ત્રિપૃષ્ઠ વાસુદેવ માટે જ આ પ્રમાણે બન્યું છે એમ સમજવાનું નથી. પરંતુ પ્રત્યેક છે. છે ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં પંદર કર્મભૂમિ પૈકી કોઈ પણ કર્મભૂમિમાં ઉત્પન્ન થનાર દરેકે દરેક આ વાસુદેવ નિયાણાપૂર્વક જ વાસુદેવ બનતા હોય છે. અને વાસુદેવના ભવમાં ઘોર પાપો કરીને
નિયતપણે નરક ગતિમાં ચાલ્યા જાય છે. છે ઓગણીસમો ભવા છે સાતમી નરકે નારક બન્યા. .