________________
(૮૭)
અહીં વિચાર કરવા યોગ્ય બાબત એ છે કે એક બાજુથી માનવ જેવું સર્વોત્તમ જીવન, બીજી છે બાજુથી શારીરિક બલનું વૈશિસ્ય અને ત્રીજી બાજુ ત્રણ ખંડનું એકચક્રી સામ્રાજ્ય, આવી આવી છે અનેક સર્વાગ સુંદર સામગ્રી મળી હોવા છતાં ત્રિપૃષ્ઠ વાસુદેવ મરીને સાતમી નરકના અતિથિ કેમ છે
બન્યા? એમનું આટલું બધું પતન કેમ થયું ? તેનું કારણ એ છે કે એમને એ વિશિષ્ટ સામગ્રી આ પાપાનુબંધી પુણ્યના ઉદયથી મળી હતી; તેથી એ સુખ-સામગ્રીનો ઉપભોગ કરતાં વાસુદેવ તેમાં જ તીવ્ર ભાવે આસક્ત બન્યા અને તેથી પાપનો ઉત્કટ અનુબંધ કરીને એ પાપોને ભોગવવા માટે
દુર્ગતિમાં હડસેલાઈ ગયા. આ પુણ્ય-પુણ્યમાં તદ્ભવતા
- જે ધર્મ કરવાની પાછળ ભોગસુખ પામવાનો ભાવ હોય કે ધર્મમાં રસ ન હોય તો તે ધર્મથી છે જે પુણ્યકર્મ બંધાય તે પાપાનુબંધી પુણ્યકર્મ કહેવાય. પુણ્યકર્મનો ઉદય થતાં તે જીવ સુખી બને જ ખરો પણ પાપાનુબંધી હોવાથી પાપી પણ બને. પુષ્કળ દોષોથી યુક્ત બને. તે ક્રોડપતિ હોય છે પરન્તુ સાથોસાથ કંજૂસ, ક્રોધી કે કામી જરૂર હોય. છે. જો મોક્ષ પામવાના લક્ષથી કે જીવદયાના પરિણામપૂર્વક ધર્મ કર્યા હોય તો તેનાથી જે પુ $ બંધાય તે પુણ્યાનુબંધી હોય તેવી સ્થિતિમાં તે જીવ સુખી હોય અને ખૂબ ગુણોથી યુક્ત હોય. છે ક્રોડપતિ બને પણ અત્યન્ત ઉદાર, પ્રેમાળ, સરળ હોય.