________________
નાની નાની બાબત કેટલી હેરાન કરે છે ? ખંધક મુનિના આત્માએ પૂર્વભવમાં ચીભડાની અખંડ છાલ ઉતારી ! પછી અહંકાર કર્યો કે મારી માફક તો કોઈ આવું છોલી ન શકે ! આ વખતે કલ્પસૂત્રની છે એવું નિકાચિત કર્મ બાંધ્યું કે તે કર્મનો ઉદય થતાં તેમના આખા શરીરની ચામડી ઊતરી ગઈ.
(૮૬)
વાચનાઓ
શ્રમણ ભગવાન મહાવીરપ્રભુના અઢારમા ભવનું સિંહાવલોકન
હવે ઓગણીસમા ભવથી નિરૂપણ શરૂ કરવાનું છે પરંતુ એ નિરૂપણ શરૂ કરવા પહેલાં અઢારમા ભવનું સિંહાવલોકન કરવાની ખાસ જરૂર છે.
ભગવાન મહાવીરપ્રભુના સત્તાવીસ ભવો પૈકી પ્રથમ નયસારનો ભવ, ત્રીજો મરીચિનો ભવ, સોળમો વિશ્વભૂતિનો ભવ, અઢારમો ત્રિપૃષ્ઠ વાસુદેવનો ભવ, ત્રેવીસમો પ્રિયમિત્ર ચક્રવર્તીનો ભવ, પચ્ચીસમો નંદન મુનિનો અને સત્તાવીસમો તીર્થંકર તરીકેનો ભવ અનેક વિશિષ્ટ જીવનપ્રસંગોથી સભર છે.
પરમાત્માના આત્માના વિવિધ જીવનપ્રસંગો અંગે જેટલું ચિંતન.... મનન કરીએ તેટલા વધુ પ્રમાણમાં ચિંતન-મનન થઈ શકે તેમ છે.
ભગવાન મહાવીરનો આત્મા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાંથી સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામનાનરકાવાસમાં તેત્રીશ સાગરોપમના આયુષ્ય ઉત્પન્ન થયો, એ બાબત આગળ જણાવવામાં આવેલ છે.
બીજી
વાચના
(બપોરે)
(૮૬)