________________
णमोत्थु णं समणडस्सभगवओ महावीरस्स ॥ પૂજ્યપાદ પરમતારક આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-સૂરીશ્વર-સદ્ગુરુભ્યો નમોનમઃ | ' પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ-કપિસૂત્રની વાયુનાઓ
[કલ્પસૂત્ર-સુબોધિકા ટીકાનો ભાવાવતાર) | પર્યુષણ પર્વનો ચોથો દિવસઃ કલ્પસૂત્રની પહેલી વાચના [સવાર] | હું સૂત્ર પરિચય. છે કલ્પસૂત્રના ગ્રંથકાર શ્રીભદ્રબાહુસ્વામીજી છે. તેઓ ચૌદ પૂર્વોનું જ્ઞાન ધરાવતા હોવાથી છે. છે “શ્રુતકેવલી” કહેવાયા. ભગવાન મહાવીરદેવે ગણધરોને ત્રિપદી આપી. તે ઉપરથી ગણધરોએ છે દ્વાદશાંગીની રચના કરી. ચૌદ પૂર્વધર મહામુનિઓ આ બારેય અંગોના જ્ઞાતા હોય છે. બારમું આ અંગ દષ્ટિવાદ છે. તેમાં ચૌદ પૂર્વો સમાય છે. વર્તમાનમાં બારમાંથી અગિયાર અંગો વિદ્યમાન છે. આ બેશક તે બધાંય ત્રુટક ત્રુટક છે. દૃષ્ટિવાદ નામનું અંગ તો આજે સાવ લુપ્ત થયું છે. ચૌદ પૂર્વધર શ્રી
ભદ્રબાહુસ્વામીજીએ ચૌદ પૂર્વમાંના પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી આ શ્રુત જુદું જ (૧ પાડીને દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપે આ કલ્પસૂત્ર તૈયાર કર્યું છે.