________________
(૫૮) કલ્પસૂત્રની વાચનાઓ
ત્યાર બાદ ગોશાલાએ પ્રભુ તરફ તેજોલેશ્યા છોડી. તેજોલેશ્યાએ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દીધી અને પાછી ફરી ગોશાલાના શરીરમાં પ્રવેશી કે તે આકુળ-વ્યાકુળ થઈ ગયો. ધમપછાડા કરતો તે ત્યાંથી ચાલ્યો ગયો. જતાં જતાં તે બોલતો ગયો, ‘‘ઓ મહાવીર મારી છોડેલી આગથી તારું મોત છ માસમાં થઈ જશે.’’
ભગવંતે કહ્યું, ‘‘હે ગોશાલક ! હું તો હજી સોળ વર્ષ સુધી આ પૃથ્વી ઉપર વિચરીશ, પણ આ તારા શરીરમાં પાછી ફરીને પ્રવેશેલી તેજોલેશ્યાથી તું સાત દિવસમાં મૃત્યુ પામીશ.’’
ગોશાલો ચાલ્યો ગયો પણ તેના શરીરમાં પ્રવેશેલી તેજોલેશ્યાને અંગે તેને ભયંકર દાહ ઉત્પન્ન થયો. રસ્તામાં તેની ભક્તાણી હાલાહલા કુંભારણનું ઘર આવ્યું. તેમાં પેઠો. કેટલાક દિવસ તો ગમે તેમ કરીને દાહની ભયંકર યાતના સહન કરી. તેની પીડા વધતી જતી જાણીને ભક્તોનાં ટોળાં ગોશાલાને શાતા પૂછવા આવવા લાગ્યાં.
છેલ્લા દિવસે પ્રભુએ ગૌતમસ્વામીજીને તેની પાસે મોકલ્યા. તેને પશ્ચાત્તાપ થાય તેવી જબરી ભૂમિકા કરી. ગૌતમસ્વામીજી નિગ્રહ કૃપા કરીને વિદાય થયા.
ગોશાલાના સદ્ભાગ્યે તેને પોતાનાં પાપો બદલ ઘોલ પશ્ચાત્તાપ થવા લાગ્યો. ખરા દિલના પશ્ચાત્તાપથી તેનાં ઘોર પાપકર્મો બળીને ખાક થવા લાગ્યાં. ગોશાલાએ છેલ્લા દિવસો ભયંકર યાતનામાં પસાર કર્યા.
બીજી
વાચના
(બપોરે)
(૫૮)