________________
આવ્યાં છે. ૮. વાસુદેવ ભાવે પુતના રાણી વ્યંતરી તાપસરૂપે જી. જટા ભરી જલ છાટે પ્રભુને, તો પણ ધ્યાન સ્વરૂપે જી. ૯. ઇન્દ્રપ્રશંસા અણમાનતે સંગમે સુર બહુ દુઃખ દીધાં છે, એક રાત્રિમાં જ વીસ ઉપસર્ગ, કઠોર નિઠોર તેણે કીધાં છે. ૧૦. છ માસ વાડા પૂઠે પડિયો, આહાર અસુઝતો કરતો જી, નિશ્ચલ ધ્યાન નિહાલી પ્રભુનું નાઠો કર્મથી ડરતો જી. ૧૧. હજી કર્મ તે અઘોર જાણી, મને અભિગ્રહીધારે જી; ચંદનબાળા અડદને બાકુલે, ષડૂમાસી તપ પારે જી. ૧૨. પૂર્વ ભર વૈરી છે ગોવાલે, કાને ખીલા ઠોક્યા જી; ખરક વૈધે ખેંચી કાઢ્યા, ઈસપેરે સહુ કર્મ રોકાયાં છે. ૧૩. બાર છે વર્ષ સહેતાં ઈમ પરિસહ, વૈશાખ શુદિદિન દસમી જી, કેવલજ્ઞાન ઉપનું પ્રભુને, વારી ચિંહું ગતિ વિષમી જી. ૧૪. સમોસરણ તિહાં દેવે રચિયું, બેઠા ત્રિભુવન ઈશ જી, શોભિતા અતિશય છે ચોત્રીશે, વાણી ગુણે પાંત્રીશ જી. ૧૫. ગૌતમ પ્રમુખ એકાદશ ગણધર, ચૌદ સહસ મુનિરાય જી.
સાધ્વી છત્રીસ સહસ અનોપમ, દીઠે દુર્ગતિ જાય છે. ૧૬. એક લાખ ને સહસ ઓગણસાઠ છે. શ્રાવક સમતિ ધારી જી; ત્રણ લાખ ને સહસ અઢારસે શ્રાવિકો માટે સારી જી. ૧૭. સ્વામી છે હ ચઉવિત સંઘ અનુક્રમે, પાવાપુરી પાય ધારે જી; કાર્તિક વદિ અમાવાસ્યાં દિવસે, પહોતા મુક્તિ છે
મઝારે જી. ૧૮, પર્વ દિવાલી તિહાંથી પ્રગટ્યું, કીધો દીપ ઉદ્યોત જી, રાય મલીને તિણે પ્રભાતે, ગૌતમ કેવલ હોત જી. ૧૯. તે શ્રી ગૌતમ નામ જપતા, હવે મંગલમાલ જી, વીરમુક્ત ગયાથી નવશે, એંશી વરસે સિદ્ધાંત જી. ૨૦. શ્રી ક્ષમાવિજયશિષ્ય બુધ માણેક કહે, સાંભલો શ્રોતા છે
સુજાણ જી. (કલ્પસૂત્રની પુસ્તકરચના દેવર્કિંગણે કીધો જી) ચરમ જિણેસર તવ એ ચરિત્રે, મૂક્યું છે છઠું વખાણ જી. ૨૧.