________________
(૩૨૬)
કલ્પસૂત્રની વાચનાઓ
નહિ. કારણે કલ્પે. સામાન્ય રીતે સાધુઓએ એક વાર જ ભોજન કરવું. કારણે ૨-૩ વાર વાપરી શકે. શય્યાતરના ઘરનું વહોરવું સાધુને કલ્પે નહિ. જ્યાં ઘણાં જમનારાં હોય (સંખિડ) તેવા જમણવારમાં જવું કલ્પે નહિ. ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે વહો૨વા જવું તે સાધુને કલ્પે નહિ. તપસ્વી કે ગ્લાનાદિ મુનિને માટે સકારણે અલ્પ વરસાદમાં જવું કલ્પે. વરસાદની વિરાધનાથી બચવા માટે સાધુઓને અને સાધ્વીઓને બગીચા નીચે, ઉપાશ્રય નીચે કે ઝાડ નીચે ઊભા રહેવું કલ્પે. પરંતુ સૂર્યાસ્ત થઈ જાય તે પછી ત્યાં ઊભા રહેવું જોઈએ નહીં, અર્થાત્ ઉપાશ્રયની બહાર રાત્રિ ન રહેવું. કુદરતી રીતે વરસાદની વિરાધનાથી બચવા સાધુ-સાધ્વીજીઓ એક જ વૃક્ષાદિ નીચે ભેગા થઈ જાય તો એક સાધુ-એક સાધ્વી અથવા એક સાધુ-બે સાધ્વી અથવા બે સાધુ-બે સાધ્વીએ સાથે ઊભા રહેવું નહીં, પરંતુ પાંચમો બાળ એવો પણ સાધુ કે સાધ્વી હોય તો ઊભા રહેવાય. અથવા અન્ય માણસોની દૃષ્ટિ પડતી હોય તો ચાર સાધુ-સાધ્વી ઊભા રહી શકે. ઉત્સર્ગથી ઓછામાં ઓછા બે સાધુઓએ સાથે વિચરવું અને ત્રણ અને તેથી વધુ સાધ્વીઓએ સાથે વિચરવું. સાધુ-સાધ્વીઓએ ગોચરી આદિ વહોરવા પણ આચાર્ય કે ગણનાયક વગેરે વડીલની અનુજ્ઞા લઈને જ જવું જોઈએ. આ જ રીતે વિગઈઓનો ઉપયોગ કરવો હોય; રોગની ચિકિત્સા-તપશ્ચર્યાદિ કરવું હોય, જિનમંદિરમાં દર્શનાર્થે જવું હોય, વિહાર સ્થંડિલ-માત્ર ઇત્યાદિ તમામ કાર્યો આચાર્યાદિ વડીલની આજ્ઞા લઈને જ કરવું જોઈએ, કારણ આચાર્ય ગીતાર્થ હોવાથી સઘળાં લાભ અલાભના
નવમી
વાચના
(બપોરે)