________________
(૩૧૧) છે
આવ્યો હતો. તે ખૂબ જ
આર્યસ્થૂલભદ્રજીને બે શિષ્યો હતા : (૧) આર્યમહાગિરિ અને (૨) આર્યસહસ્તી. આર્યમહાગિરિજીને આઠ શિષ્યો હતાઃ (૧) ઉત્તર (૨) બલિસ્મહ (૩) ઘનાઢ્ય (૪) શ્રીભદ્ર (૫) કૌડિન્ય (૬) નાગ (૭) નાગમિત્ર (૮) રોહગુપ્ત.
રોહગુપ્તથી વૈરાશિક શાખા શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી ૫૪૪ વર્ષે આંતરજિકા નગરીમાં છે ભૂત વ્યંતરના ચૈત્યમાં રહેલા ગુરુ શ્રીગુપ્ત આચાર્યને વંદન કરવા માટે લાંબા સમય બાદ રોહગુપ્ત છે નામના શિષ્ય વદીએ વગડાવેલા પડહને ઝીલી લીધો.
વાત એવી બની હતી કે, બલશ્રી રાજાની સભામાં પોટ્ટશાલ પરિવ્રાજક આવ્યો હતો. ઝનૂની હતો. શ્રીગુપ્ત આચાર્યું જોયું કે તેના પડહને ઝીલીને વાદ કરીએ તો જિતાય ખરું પરંતુ તો ય હેરાનગતિ છે; કેમકે તે શત્રુ બનીને સમગ્ર સંઘને સતાવશે, માટે મૌન બેસી રહેવું સારું. પણ રોહગુપ્ત મનસ્વીપણે પડહ ઝીલી લીધો.
ત્યાર બાદ ઉપાશ્રયે આવીને ગુરુને વાત કરી. ગુરુને આ ન ગમ્યું, છતાં ગુરુએ શાસનરક્ષા છે ખાતર મયૂરી, નકુલી, બિલાડી, વ્યાઘી, સિંહ, ઉલ્કી અને શુકનિકા એવી સાત વિદ્યાઓ તેને આપી. અને કોઈ પણ વધુ ઉપદ્રવ આવે તો તેને સમાવવા માટે પોતાનો મન્નિત ઓઘો પણ ગુરુએ શિષ્યને આપ્યો.
(૩૧૧)