________________
“મારુ અન્ન ખાનાર આવો નિમકહરામ ! આવો કૃતઘ્ની !' રાજાએ શકટાલના આખા વંશને આ
સાફ કરવાનો સંકલ્પ કર્યો. (૩૦૨) કલ્પસૂત્રની શકટાલને તેની ગંધ આવી ગઈ. તેણે પોતાના પુત્ર શ્રીયકને બોલાવ્યો અને બધી બાબતથી
આઠમી વાચનાઓ આ વાકેફ કર્યો અને કહ્યું : ““આવતી કાલે રાજસભામાં ગુપ્ત રીતે હું તાલપુર ઝેર ખાઈ લેવાનો છું, તે છે વાચના
આ વખતે તારે મારું માથું ઉડાવી દેવું. આ સિવાય રાજાનો કોપ શમશે નહિ. નહિ તો કદાચ આપણા (બપોરે) આખા વંશનો ઉચ્છેદ કરશે.'
શ્રીયકને ન છૂટકે પિતાની આજ્ઞા સ્વીકારવી પડી. બીજો દિવસ થયો. રાજસભા ભરચક હતી. શકટાલ રાજા પાસે આવીને જ્યાં નમે છે ત્યાં જ શ્રીયકે તલવાર ઉગામીને ગરદન પર ઝીંકી અને પિતાનાં ધડ અને માથું જુદાં કરી નાંખ્યાં.
રાજા બોલી ઊઠ્યા: “અરે ! અરે ! શ્રીયક? આ તે શું કર્યું?” છે શ્રીયક: “પહેલા રાજા અને પછી પિતા. આવા રાજદ્રોહી બાપને આવી જ સજા થવી જોઈએ.”
રાજસભામાં હોહા થઈ ગઈ. અરેરાટી ફેલાઈ ગઈ. શસ્ત્રો અંગે સાચો ખુલાસો થયો તેથી રાજાનો ભભૂકતો ક્રોધાગ્નિ ઠંડોગાર થઈ ગયો. રાજાએ શ્રીયકને મસ્ત્રીમુદ્રા સ્વીકારવા કહ્યું. છેમોટાભાઈ સ્થૂલભદ્રની તે પદ માટે ભલામણ કરીને શ્રીયકે તેનો ઇન્કાર કર્યો. મોટો ભાઈ થૂલભદ્ર