________________
આ સૂત્ર રચ્યું. અને પોતાની પાટે યશોભદ્રસૂરિજીને સ્થાપીને શ્રી વીર પ્રભુના નિર્વાણ પછી ૯૮ વર્ષે મેં (૩૦૧) છે.
સ્વર્ગે ગયા. આવા તો કેટલાય બ્રાહ્મણોએ જિનશાસનના દીવડામાં દીક્ષા લઈને દિગ્ગજ આચાર્ય એ બનીને પુષ્કળ ઘી પૂર્યું છે.]
યશોભદ્રસૂરિજીઃ યશોભદ્રસૂરિ પોતાની પાટે શ્રી ભદ્રબાહુસ્વામીજી અને સંભૂતિવિજયને સ્થાપીને સ્વર્ગલોકમાં ગયા.
ભદ્રબાહુસ્વામીજી: પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામના બ્રાહ્મણોએ દીક્ષા લીધી. આ પ્રસંગ પૂર્વે પ્રથમ વ્યાખ્યાનમાં આવી ગયો હોવાથી અહીં આપણે ફરી લેતા નથી.
સ્થૂલભદ્રજી પાટલીપુરમાં શકટાલ મંત્રીના પુત્ર શ્રી સ્થૂલભદ્ર હતા. શકટાલ પ્રજાપ્રિય મંત્રી હતા. તેમની વિરુદ્ધ અનેક કાવતરાં ચાલતાં હતાં. તેમાં વરરુચિ નામનો મસ્ત્રી તેમની વિરુદ્ધમાં રાજાના કાન સતત ભંભેરતો. શકટાલ મંત્રી રાજા પાસે તેનું કાંઈ ચાલવા દેતો નહિ.
એક વખત શકટાલે નાના દીકરા શ્રીયકના લગ્નોત્સવ નિમિત્તે રાજાને ઘરે આમન્ત્રીને શસ્ત્રોની આ ભેટથી સન્માનિત કરવા માટે શસ્ત્રસંગ્રહ કર્યો અને જમીનમાં દાટ્યો. આ પરિસ્થિતિનો ગેરલાભ છે લેવા માટે વરરુચિએ રાજાને કહ્યું કે, “આપનું રાજ્ય ઝૂંટવી લેવા શકટાલ શસ્ત્ર ભેગાં કરી રહ્યા
છે. (૩૧) છે.' રાજાએ તેની તપાસ કરી. શસ્ત્રસંગ્રહની વાત ખરી નીકળી તેથી રાજા કોપાયમાન થયો.