________________
પરાધીન છે? આભૂષણ વગરની કાયા કેવી બીભત્સ લાગે છે !' આમ ભાવના ભાવમાં ભારતને (૨૯૧)
કૈવલ્ય પ્રગટ થયું. ઇન્દ્ર અરીસા ભવનમાં આવ્યા. કેવલજ્ઞાની ભરતને વંદન કરતાં પહેલાં સાધુવેશ આપ્યો. ભરત સાથે દશ હજાર રાજાઓએ સંસારથી વિરક્ત થઈને દીક્ષા લીધી. પ્રભુ કષભદેવનો પરિવાર :
(૧) શ્રી ઋષભદેવ પ્રભુને ૮૪ ગણ અને ૮૪ ગણધરો થયા. (૨) ઋષભસેન વગેરે ૮૪ હજાર સાધુઓ થયા. (૩) બ્રાહ્મી, સુંદરી વગેરે ત્રણ લાખ સાધ્વીઓ થઈ. (૪) શ્રેયાંસ વગેરે ૩ લાખ ને પાંચ હજા૨ શ્રાવકો થયા. (૫) સુભદ્રા વગેરે પાંચ લાખ ને ચોપન હજાર શ્રાવિકાઓ થઈ. (૬) ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધર હતા. (૭) નવ હજાર અવધિજ્ઞાની, ૨૦ હજાર છસો વૈક્રિય લબ્ધિવાળા હતા. (૮) બાર હજાર છસો પચાસ વિપુલમતિ હતા. બાર બજાર છસો પચાસ વાદી હતા. આમાંથી ૨૦ હજાર સાધુઓ તથા ૪૦ હજાર સાધ્વીઓ મોક્ષે ગયા. (૧૦) શ્રી ઋષભદેવ પ્રભુના પરિવારમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા અને આગામી છે
મનુષ્ય ગતિમાં મોક્ષે જનારા બાવીસ હજાર અને નવસો મુનિઓ થયા. ભગવંતને કેવલજ્ઞાન છે ઉત્પન્ન થયા પછી અંતમુહૂર્ત મરુદેવા માતા અંતકૃત કેવળી થઈને મોક્ષે ગયાં. આ મોક્ષ-માર્ગ
અસંખ્યાતા રાજપુરુષો સુધી ચાલુ રહ્યો.
(૨૯૧)