________________
(૨૯૦) કલ્પસૂત્રની વાચનાઓ
વીરા મોરા ગજ થકી ઊતરો
બાહુબલી પોતાનાથી નાના દીક્ષિત ૯૮ ભાઈઓને વંદન કરવા માટે લાચાર થતા હતા. એટલે તેણે નક્કી કર્યું કે કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને જ પ્રભુની પાસે જવું. કેવળજ્ઞાન-પ્રાપ્તિની આશાથી બાહુબલી કાયોત્સર્ગમાં એવા અડોલ ઊભા હતા કે તેમના વધી ગયેલાં દાઢી મૂછમાંય પક્ષીઓએ માળા નાખ્યા. એક વર્ષ વીતી ગયું પણ હજી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભગવંતે બ્રાહ્મી અને સુંદરીને બાહુબલી પાસે મોકલ્યા. જટાધારી બાહુબલીને બ્રાહ્મી અને સુંદરીએ વંદન કરીને કહ્યું, ‘‘વીરા મોરા ! ગજ થકી ઊતરો ! હે બંધુ ! માનરૂપી હાથીથી નીચે ઊતરો.'' આ સાંભળતાં જ બાહુબલીનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં. અજ્ઞાનનાં-અહંકારનાં પડળ ચાલ્યાં ગયા ! તે સમજી ગયા કે અહંકારરૂપી હાથી પરથી ઊતરવાનું કહે છે ! તેમને ભારે પશ્ચાત્તાપ થયો અને જ્યાં પોતાના ભાઈઓને વંદન કરવાના ઉમંગ સાથે પગ ઉપાડ્યો ત્યાં જ કૈવલ્ય પ્રગટ થયું. અરીસા-ભવનમાં ભરતને કૈવલ્યપ્રાપ્તિ
ચક્રવર્તી તરીકેની સંપત્તિ અને સમૃદ્ધિની છોળોમાં ઊછળી રહેલ અનાસક્ત ભરત એક વખત અરીસા-ભવનમાં પોતાના દેહ-લાલિત્યનું, અંગ-આભૂષણોનું સૌંદર્ય જોઈ રહ્યા હતા. ત્યાં નાજુક આંગળીએથી રત્નજડિત વીંટી સરી ગઈ અને આંગળીને અરીસામાં જોતાં તેની કુરૂપતા જોઈ ભરતનું મન હચમચી ઊઠ્યું. બધાં જ આભૂષણો ઉતારી નાંખીને જોતાં, ‘“શું દેહનું સૌંદર્ય
સાતમી
વાચના
(સવારે)
(૨૯૦)