________________
(૨૭૦).
સાતમી વાચના (સવારે)
પ્રભુનો જીવનકાળા
શ્રી નેમિનાથ પ્રભુ ત્રણસો વર્ષ કુમારાવસ્થામાં રહ્યા. ૫૪ દિવસ છદ્મસ્થ પર્યાયમાં રહ્યા. ૫૪
દિવસ ઓછા એવાં ૭૦૦ વર્ષ કેવલી પર્યાયમાં રહ્યા. આમ પૂરેપૂરાં ૭૦૦ વર્ષ પ્રભુ ચારિત્ર કલ્પસૂત્રની વાચનાઓ
પર્યાયમાં રહ્યા. આવી રીતે ૧૦૦૦ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરીને આઠ કર્મનો ક્ષય કરીને આ જ જ અવસર્પિણીમાં આષાડ સુદ આઠમના દિવસે ગિરનાર પર્વત ઉપર ૫૩૬ સાધુઓ સાથે એક
મહિનાનું અનશન કરીને ચિત્રા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. શ્રી અરિષ્ટનેમિના નિર્વાણ પછી છે ૮૪૯૮૦ વર્ષ પસાર થયા બાદ ગ્રન્થલેખન થયું.
નેમિનાથથી અજિતનાથ સુધીના જિનેશ્વરોના અંતર કાલા | શ્રી નમિનાથના નિર્વાણ પછી ૫ લાખ વર્ષે શ્રી નેમિનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી છે. ૮૪૯૮૦ કે મતાંતરે ૮૪૯૯૩ વર્ષે ગ્રન્થવાચના થઈ. શ્રી મુનિસુવ્રતના નિર્વાણથી ૬ લાખ વર્ષે
શ્રી નેમિનાથ નિર્વાણ પામ્યા, અને ત્યાર પછી ૫ લાખ ૮૪૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ, શ્રી મલ્લિનાથના નિર્વાણથી ૫૪ લાખ વર્ષ પૂર્વે શ્રી મુનિસુવ્રત સ્વામી નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૧૧ લાખ, ૮૪ હજાર ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી અરનાથના નિર્વાણથી કોટિસહસ્ર વર્ષે શ્રી મલ્લિનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૬૫ લાખ, ૮૪ હજા૨ ૯૮૦ વર્ષે ગ્રંથ વાચના થઈ. શ્રી કુંથુનાથના નિર્વાણથી કોટિસહસ્ર વર્ષે જૂન પલ્યોપમને ચોથે શ્રી અરનાથ નિર્વાણ પામ્યા.
(૨૭)