________________
આ બાજુ રથ આગળ વધ્યો ત્યાં પશુના કરુણ સ્વરો સાંભળવા લાગ્યા. નેમિકુમારે સારથિને કારણ પૂછ્યું. સારથિએ કહ્યું કે આપના સસરા ઉગ્રસેન તો ક્ષત્રિય રાજા છે. પણ તેમને અજૈનક્ષત્રિય રાજાઓ-મિત્રો હોય; તેમના ભોજન માટેના માંસ માટે આ પશુ-પક્ષીઓ એકઠાં કર્યા છે. આ (જોકે મહેમાનો માટે ય માંસ રાંઘવું તે યોગ્ય તો નથી જ.) આ સાંભળતા નેમિકુમારને ઝાટકો લાગ્યો. નેમિકુમારે કહ્યું, “અરે ! આ શું મારા લગ્નના ઉત્સવમાં આ જીવોનો અનુત્સવ ! ધિક્કાર છે, આવાં પશુઓનું મોત લાવતા મહોત્સવને ! સારથિ ! હમણાં જ રથ પાછો વાળ.”
તે સમયે રાજીમતીની જમણી આંખ ફરકી. સ્ત્રિીની જમણી આંખ ફરકે તે અમંગળસૂચક છે. પુરુષની ડાબી આંખ ફરકે તે અમંગળસૂચક છે.] રાજીમતી બોલી : ““મારી જમણી આંખ અત્યારે કેમ ફરકે છે ?'
સખીઓ થૂ થૂ કરવા લાગી અને બોલી. ““અમંગલ નાશ પામો.” “અમંગલ નાશ પામો.' હું કવિ કલ્પના કરે છે કે એ વખતે પશુવાડામાં કોઈ હરિણ પોતાની ગરદનથી હરિણીની ગરદન છે છે ઢાંકીને સૂનમૂન ઊભો રહ્યો હતો. હરિણી જાણે કે તેને કહેતી હતી કે, “તમે ચિંતા ન કરો. આ છે. વિશ્વના જીવમાત્રનો ઉદ્ધાર કરનાર નેમિકુમાર છે. તેને વાત કરો તો જરૂર આપણને તે છોડાવી દેશે.” તે હરિણ પણ જાણે એમ કહેવા લાગ્યો કે, ““હે ત્રણ ભુવનના સ્વામી ! અમે જંગલનાં