________________
(૨૬૦)
કલ્પસૂત્રની
વાચનાઓ
ગઈ. લગ્નનો વરઘોડો નીકળ્યો. આગળ ચાલતાં સફેદ મહેલ દેખાયો. નેમિકુમારે પૂછ્યું, ‘આ મહેલ કોનો છે ?’
સારથિ : તે મહેલ તમારા સસરા ઉગ્રસેન રાજાનો છે.
તે મહેલના ઝરૂખામાં રાજીમતીની સખીઓ-મૃગલોચના અને ચંદ્રાનના-વાતચીત કરી રહી હતી. ત્યાં રાજીમતી વચ્ચે આવીને ઊભી. સખીઓ વરનાં વખાણ કરતી હતી, અને આવા પતિને મેળવવા બદલ રાજીમતીને ભાગ્યશાળી ગણતી હતી. રાજીમતી નેમિકુમારને જોઈને આશ્ચર્ય પામી ગઈ, ‘‘શું આ પાતાલ કુમાર છે ? કામદેવ છે ? ઇન્દ્ર છે કે સાક્ષાત્ પુણ્ય છે ? વિધાતાએ કેવો અદ્ભુત પુરુષ સર્જ્યો છે ?’’
આ વખતે સખીઓને ટીખળ કરવાનું સૂઝ્યું, મૃગલોચનાએ ચંદ્રાનનાને કહ્યું : આ વર ભલે સર્વગુણસંપન્ન હોય પણ તેનામાં એક દોષ જરૂર છે કે તે કાળિયો છે.
આ સાંભળીને રાજીમતીએ કહ્યું કે, “આજે તમારી બુદ્ધિમત્તા અંગેનો મારો ભ્રમ ભાગી ગયો. ચિત્રાવેલી, અગરુ, કસ્તૂરી, મેઘ, આંખની કીકી, કેશ, કસોટીનો પથ્થર, મેંશ વગેરે શ્યામ રંગનાં હોવા છતાં મહા ફળવાળાં છે. આંખમાં કીકી, ભોજનમાં મરી તથા ચિત્રમાં રેખા શ્યામ રંગનાં હોવા છતાં ગુણવાળાં છે. વળી, મીઠું સફેદ છે છતાં ખારું છે, બરફ ધોળો છે છતાં દહન કરનારો છે. આમ, ધોળા રંગમાં અવગુણો છે.’’
KEE
સાતમી
વાચના
(સવારે)
(૨૬૦)