________________
(૨૫૭)
થયો છે ? તે આયુધશાળામાં આવ્યા અને ત્યાં નેમિકુમારને જોઈ આશ્ચર્ય પામ્યા. તેમને થયું કે નેમિકુમારના બળની પરીક્ષા તો મારે કરી જ લેવી જોઈએ. તે મારાથી વધુ બળિયો હોય તો મારા રાજ્ય માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થાય. તેથી કૃષ્ણે તેમને યુદ્ધ કરવાનું કહ્યું, પણ નેમિકુમાર બોલ્યા કે : ‘બળની પરીક્ષા કરવા માટે મલ્લ યુદ્ધ કરવાનું આપણને ન શોભે. તેના કરતાં હાથ લાંબો કરીએ અને એકબીજા વારાફરતી એકબીજાનો હાથ વાળી આપે એમાં બળની પરીક્ષા સહેલાઈથી થઈ જાય.''
આ વાત માનીને પહેલાં શ્રીકૃષ્ણે પોતાનો હાથ લંબાવ્યો. નેમિકુમારે નેતરની લાકડી માફક સહેજ માત્રમાં તેને વાળી નાખ્યો. પછી નેમિકુમારે પોતાનો હાથ લંબાવ્યો. શ્રીકૃષ્ણે ખૂબ મથામણ કરી. તે વાળી શક્યા નહીં, છેવટે વૃક્ષની ડાળી જેવા હાથને શ્રીકૃષ્ણ વાંદરાની પેઠે લટકી પડ્યા પણ તો ય હાથ તો ન જ નમાવી શક્યા. તેથી તેમને મનમાં ઘણી ચિંતા થઈ કે આવા બળવાન નેમિકુમાર આવતી કાલે મારું રાજ્ય લઈ લેશે તો ? આથી શ્રીકૃષ્ણે તેમના મોટાભાઈ બલભદ્ર સાથે વિચારણા કરી કે, ‘હવે આપણે શું કરવું ? નેમિ તો ખૂબ બળવાન છે. અને રાજ્યની
ઇચ્છાવાળા છે !'
એ વખતે આકાશવાણી થઈ કે, ‘હે કૃષ્ણ વાસુદેવ ! પૂર્વે નમિનાથ પ્રભુએ કહેલ છે કે, ‘બાવીસમા તીર્થંકર નેમિનાથ કુમારાવસ્થામાં દીક્ષા લેશે.’
(૨૫૭)