________________
બાકીના નવા મુખ્ય બ્રાહ્મણોને આ સમાચાર મળ્યા એટલે તેમને વિચાર આવ્યો કે અમારે પણ
વડીલોની જેમ એમના શિષ્ય થઈને બેસી જવું જોઈએ. અમારું સર્વશપણું ખોટું હોવું જોઈએ. જેમ (૨૪૨). કલ્પસૂત્રની છે.
એ બેનો ઉદ્ધાર થઈ ગયો અને અમારો પણ ઉદ્ધાર થઈ જશે. તે બધા જેમ જેમ આવતા ગયા તેમ
તેમ ભગવાન એ બધાને બોલાવતા ગયા અને ભગવાન જાણતા હતા કે આ બધાને બોલાવવામાં વાચનાઓ
છે છઠ્ઠી
વાચના લાભ જ રહેલો છે. ભગવાને જોયેલું કે એ બધા સ્વાર્થી નથી પણ સમજવાના અર્થી છે. શંકા ટળી
(બપોરે) જાય તો ઘેર પાછા જાય તેમ નથી, અહીં જ રહી જાય તેવા સરળ છે.
૩. વાયુભૂતિ: ત્રીજા વાયુભૂતિને - “જીવ અને શરીર જુદા છે કે નહિ ?” એ બાબતમાં હું સંદેહ હતો. વેદની બે શ્રુતિનો ખોટી રીતે અર્થ કરવાથી તેમને સંદેહ પેદા થયો હતો. વેદની બે છે શ્રતિનો વિરોધાભાસ પ્રભુએ ટાળી આપીને કહ્યું કે ‘વિજ્ઞાનધન એવ....' વગેરે પંક્તિનો અર્થ )
એટલો જ છે કે આત્મા જે વખતે જે ભૂત [પૃથ્વી, પાણી વગેરે પાંચના ઉપયોગવાળો થાય તે વખતે આત્મા તે સ્વરૂપ બની જાય : તન્મય બની જાય, પરંતુ તેનો અર્થ એમ ન કરવો કે આત્મા હું કાયમ માટે પૃથ્વી આદિ સ્વરૂપ જ છે.
કેમ કે પૃથ્વી આદિ પાંચ ભૂતોનો ગુણ અને આત્માનો ગુણ બન્ને-સાવ જુદા છે. એક જડ છે, છે તો બીજો ચેતન છે; જડનો જ્ઞાનગુણ બિલકુલ નથી. જ્યારે ચેતન તો જ્ઞાનસ્વરૂપ છે. માટે શરીરરૂપી પંચ-ભૂત સ્વરૂપ જડ તે જ આત્મા નથી. આત્મા તેનાથી સ્વતંત્ર પદાર્થ છે એમ માનવું જોઈએ.
(૨૪)