________________
(૨૪૧)
પુરુષની સ્તુતિ કરનારાં છે. કેટલાંક વાક્યો વિધિ બતાવનારાં હોય છે, કેટલાંક વાક્યો અનુવાદ કરનારાં હોય છે, અને કેટલાંક વાક્યો સ્તુતિને કરનારાં હોય છે. આથી અહીં આત્મારૂપી પુરુષનો મહિમા બતાવવા ‘‘પુરુષ સિવાય કશું જ નથી.'' એમ કહ્યું છે એથી કર્મનો અભાવ ન હોઈ શકે. જેમ વિષ્ણુ-મહિમા કહેનારાં આ વાક્યો છે કે ‘‘જલે વિષ્ણુઃ સ્થળે વિષ્ણુઃ, વિષ્ણુઃ પર્વતમસ્તકે.' જલમાં કે સ્થળમાં બધે વિષ્ણુ છે એમ મનાય તો થાય શું ? માણસ ઊભો ક્યાં રહે ? એટલે જ્ઞાન રૂપે ભગવાન સર્વત્ર છે. વ્યક્તિરૂપે સર્વત્ર નથી. જ્યાં જ્યાં વિષ્ણુ જ્ઞાનરૂપે રહેલા છે ત્યાં ત્યાં બીજી વસ્તુનો અભાવ થતો નથી એમ આ વાક્યથી માનવું જોઈએ તેમ આત્માનો મહિમા પ્રગટ કરતા વાક્યથી કર્મનો અભાવ સાબિત થતો નથી. હવે તારો જે સવાલ છે કે અમૂર્ત આત્માને મૂર્ત કર્મથી અનુગ્રહ અને ઉપઘાત કેમ થાય ? તો તેનો જવાબ એ છે કે જ્ઞાન એ રૂપી છે કે અરૂપી ? અરૂપી એવા પણ આત્માના જ્ઞાનગુણનો બ્રાહ્મી આદિ રૂપી વસ્તુથી અનુગ્રહ થાય છે, મદિરાથી ઉપઘાત થાય છે.
તદુપરાંત, કર્મ વિના કોઈ સુખી-દુઃખી કોઈ રાજા-રંક એવું વૈચિત્ર્ય ઘટે નહિ. આટલું થાય એટલે કર્મનું જ્ઞાન થઈ જાય.’'
અગ્નિભૂત પણ ભગવાનની પાસે તેમના શિષ્ય થઈ બેસી ગયા. સાથેનો ૫૦૦નો પરિવાર પણ તેમની સાથે સાધુપણું સ્વીકારી લેવા તૈયાર થઈ ગયો.
******
(૨૪૧)