________________
(૨૩૫)
પૃથ્વી, વનસ્પતિ વગેરેમાં જીવત્વ, શબ્દનું પૌદ્ગલિકત્વ, ફોટોગ્રાફી પાછળ રહેલો ‘રશ્મિ’નો સિદ્ધાંત, વાયુનું મૂળ કારણ પાણી, છઠ્ઠો આરો, વિભંગજ્ઞાન, પરમાણુવાદ, ઇંદ્રિયો દ્વારા જીવોના પાંચ વિભાગો, જીવમાં રહેલી આહાર-મૈથુન વગેરે સંજ્ઞાઓ અલોક આકાશ, ધર્માસ્તિકાય, અસંખ્ય વગેરેનું ગણિત, આકાશમાં બે સૂર્યનું અસ્તિત્વ, પૂર્વજન્મ અને પુનર્જન્મ, ઈશ્વરની જગત્કરર્તૃત્વની અમાન્યતા, આરોગ્યને સુરક્ષિત રાખતા અનેક નિયમો વગેરે કેટલી ય શાસ્ત્રોક્ત બાબતો એવી છે કે જેને આજે વૈજ્ઞાનિકોએ માન્ય કરી છે. જો આ રીતે શાસ્ત્રોક્ત ૫૦-૧૦૦ બાબતો સત્ય સાબિત થાય તો તે શાસ્ત્રોના પ્રણેતા પરમાત્મા તીર્થંકરદેવોની સત્યવાદિતામાં આપણને પૂર્ણવિશ્વાસ બેસી જવો જોઈએ. પછી તેમણે પ્રરૂપેલા આત્મા કર્મ, ના૨ક વગેરે તત્ત્વો સંબંધમાં તર્કસિદ્ધિની આપણને કશી જરૂર રહેતી નથી.
સગડીએ મૂકેલા ભાત ચડી ગયા છે કે નહિ તેનો નિર્ણય ભાતના ૨-૪ દાણા ઉપરથી જ થાય છે ને ? આયુર્વેદશાસ્ત્રની સત્યતાનો નિર્ણય તેના ૨-૫ ઔષધોના અનુભવથી જ થાય છે ને ? આવું જ પ્રસ્તુતમાં પણ સ્વીકારવું જોઈએ.
ચાલો, તો હવે તે ગણધરોના સંદેહોને આપણે સંક્ષેપમાં તર્કથી વિચારીએ.
૧. ઇન્દ્રભૂતિ ઃ ઇન્દ્રભૂતિને ‘આત્મા’ના અસ્તિત્વની શંકા છે, કેમ કે તે દેખાતો નથી. આપણી વર્તમાન યુક્તિઓથી પણ આ આશંકા બરોબર નથી. (૧) કેમકે આપણને આત્મા દેખાતો ન
(૨૩૫)