________________
(બપોરે)
ઇન્દ્રની આજ્ઞા થતાં દેવ-સુભટો નિર્દય રીતે તેને મારવા લાગ્યા. ચોરની પેઠે આમતેમ જોતા, જ ઠરી ગયેલા અંગારાની જેમ નિસ્તેજ બનેલા, પરિવાર વિનાના-એકલા-હડકાયા કૂતરાની જેમ (૨૧૮) છે કલ્પસૂત્રની છે
આ સંગમને દેવલોકમાંથી કાઢી મૂકવામાં આવ્યો. મંદરાચલના શિખરે પોતાનું બાકી રહેલ એક વાચનાઓ . સાગરોપમનું આયુષ્ય તે પૂર્ણ કરશે. તેની દીનમુખવાળી પટરાણીઓ પણ ઇન્દ્રની આજ્ઞાથી તે છે
છે વાચના સંગમની પાછળ ગઈ.
આ તરફ હરિકાંત તથા શ્વેતાંબિકા નગરીમાં હરિસિંહ નામે તે વિદ્યુત કુમારોના ઇન્દ્ર પ્રભુને કુશળ સમાચાર પૂછવા આવ્યા. કૌશાંબી નગરીમાં પ્રભુને વાંદવા સૂર્યને ચંદ્ર આવ્યા. વારાણસીમાં આ જ ઇન્દ્ર રાજગૃહીમાં ઇશાને તથા મિથિલા નગરીમાં જનકરાજાએ અને ધરણેન્દ્ર પ્રભુની કુશળતા જ પૂછી. ત્યાર બાદ પ્રભુનું અગિયારમું ચોમાસું વૈશાલીમાં થયું. [કર્મોની કેવી વિડંબના કે સંગમઉપસર્ગ વખતે આમાંનું કોઈ ફરક્યું ય નહિ.] ચંદનબાળા
ત્યાર પછી પ્રભુ કૌશાંબી નગરીમાં આવ્યા. પ્રભુએ પોષ વદી એકમે અભિગ્રહ લીધો. તે આ પ્રમાણે : દ્રવ્યથી-સૂપડાના એક ખૂણામાં અડદના બાકુળા હોય, ક્ષેત્રથી એક પગ ઉંબરાની અંદર તથા એક પગ ઉબરાની બહાર રાખેલ હોય, કાળથી-ગોચરીનો સમય પૂર્ણ થઈ ગયો હોય.