________________
(૨૧૭) છે.
જ્યારે તે પાછો જઈ રહ્યો હતો ત્યારે પ્રભુ તેની તરફ જોઈ રહ્યા ! તેમની આંખો આંસુથી ઊભરાઈ ગઈ ! સંગમનાં દુષ્કૃત્યોથી સર્જાનારા તેના ભયાનક ભાવિને જોતાં પ્રભુ ધ્રૂજી ગયા ! એમનો અંતરાત્મા રડી ઊઠતાં બોલ્યો, “મારા કર્મો ખપાવી આપનારને હું તારી શક્યો નહિ !''
હે દેવાધિદેવ ! અમે તો અમારા દુઃખે આંસુ પાડીએ. આપની ઉપર અતિશય ત્રાસ ગુજારાયો છે તેનો જરાય ઊંહકારો ન કર્યો અને સંગમના ભાવી દુ:ખોને વિચારતાં કરુણાથી દ્રવી ઊઠ્યા. છે
જેટલો સમય સંગમે પ્રભુની સતામણી કરી તેટલો સમય દેવલોકમાં ગીત, નૃત્ય, નાટક બધું છે બંધ રહ્યું, સૌધર્મેન્દ્રને થયું કે પ્રભુના આવા ભયંકર ઉપસર્ગોનું કારણ હું બન્યો છું. એથી સૌધર્મેન્દ્ર છે ખૂબ દુઃખી, દીન, ગરીબડા થઈને દિલગીર બનીને દિમૂઢ થઈ ગયા હતા. ત્યાં સામેથી માફી માગતા, પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલા, કાળા બની ગયેલા મુખવાળા સંગમને ઇન્દ્ર આવતો જોયો. તરત
તેમણે પોતાનું મોં ફેરવી લીધું. ઓ પ્રભુ ! તમારા ગાલ ઉપર પડેલાં આંસુના એ ટીપનું અમે આ $િ દર્શન કરીએ તો ય અમારું કલ્યાણ થઈ જાય. ચંદના તો રડી. ગૌતમ પણ રડ્યા. ઓલા સિંહ છે
અણગાર રહ્યા. પણ વહાલા પ્રભુ ! તમે રડ્યા એમાં તો અમે આશ્ચર્યમૂઢ બની ગયા છીએ. ઇન્દ્ર દેવોને હુકમ કર્યો, “હે દેવો ! તમે એ કાળમુખાને કાઢી મૂકો. તેનું મુખ જોવું એ ભયંકર પાપ છે. તેણે ભયંકર અપરાધ કર્યા છે. આપણા સ્વામીની ઘોર કદર્થના કરી છે. તે પાપી આપણાથી તો ડર્યો નથી પણ તેના પાપથી પણ ડર્યો નથી. તેવા તે દુષ્ટ અને અપવિત્ર દેવને સ્વર્ગમાંથી હમણાં જ કાઢી મૂકો.'