________________
કરાવ્યું અને ચોથા માસખમણ વખતે પ્રભુ કોલ્લાક નામના ગામમાં પધાર્યા. ત્યાં બહુલ નામના () એ બ્રાહ્મણે પ્રભુને દૂધપાકથી પારણું કરાવ્યું. ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. ગોશાળો પોતાનું મસ્તક છે
મુંડાવી પ્રભુ સાથે રહેવા લાગ્યો. જ્યાં ને ત્યાં તે અશિષ્ટ આચરણ કરવા લાગ્યો અને પ્રભુને મુશ્કેલીમાં મૂકવા લાગ્યો.
પોતાના નિકાચિત કર્મની નિર્જરા કરવા માટે, ભયંકર વેદના-પીડા સહન કરવા માટે પ્રભુ અનાર્ય દેશમાં ગયા ત્યાં પણ ઘોર પરિસહ-ઉપસર્ગો આવ્યા. ઘણું દુઃખ પડ્યું.
પછી ભદ્રિકા નગરીમાં ચોમાસું કરીને તથા ચોથા મા ખમણનું પારણું કરીને પ્રભુ તંબાલગ્રામ ગયા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય નંદિષેણ નામના આચાર્ય ઘણા શિષ્યો સાથે કાયોત્સર્ગમાં ઊભા હતા. તેમને ચોર માની કોટવાલપુત્રે મારી નાખ્યા. પ્રભુ ત્યાંથી કૂપિક ગામે ગયા. ત્યાં ગામના રક્ષકોએ તેમને પકડ્યા પણ પાછળથી પાર્શ્વનાથ પ્રભુની શિષ્યા અને પાછળથી થયેલ છે સાધ્વીજી વિજયા પ્રગભાએ પ્રભુને છોડાવ્યા. ત્યાંથી ગોશાળો છૂટો પડી ગયો. પ્રભુ વૈશાલી નગરીમાં લુહારની નિર્જનશાળામાં કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. તે લુહાર છ માસ પછી પોતાની શાળામાં આવ્યો ત્યારે શાળામાં પ્રભુને ઊભેલા જોઈ તેને અપશુકન માની ઘણ લઈને પ્રભુને મારવા જાય છે ત્યાં જ અવધિજ્ઞાનથી ઇન્દ્ર આ જાણ્યું. તરત તે ત્યાં આવ્યા અને તે ઘણથી લુહારને ટીપ્યો. પછી પ્રભુ ગ્રામક ગામે ગયા. ત્યાં ઉદ્યાનમાં બિભેલક નામના યક્ષે પ્રભુનો મહિમા કર્યો.