________________
(૨૦૭) છે.
ભાવ પણ કેવો પ્રજ્વલિત થતો ચાલ્યો ! પહેલાં બાળમુનિને મારવાના ભાવ; પછી બધા રાજકુમારોને મારવાનો ભાવ અને છેલ્લે તો વીરપ્રભુને ખતમ કરી નાખવાનો ભાવ.
સહુ સાવધાન રહેજો. મરતાં પહેલાં વિષય કે કષાયની વાસનાઓને જેટલી બને તેટલી ખતમ કરી નાખજો. અશુભ સંસ્કારોને નબળા પાડ્યા વિના જેનું મરણ થાય તે કૂતરાના મોતે મર્યા કહેવાય. ભલું થયું ચંડકૌશિકનું કે એને વીરપ્રભુ મળી ગયા.
એક વાત ધ્યાનમાં રાખવી કે સમાધિથી મરણ પામવાની વાત અમલમાં અત્યન્ત અઘરી છે. એટલે સમાધિમરણને આદર્શમાં રાખીને જો સમાધિભર્યું (સુખે વિરાગ અને દુ:ખે સહિષ્ણુતા) જીવન જીવી લેવાય તો ય સારું. અસમાધિ-મરણ થતાં જીવ દુર્ગતિમાં જાય ખરો પણ ત્યાં તેને પ્રભુ વીર જેવા પરમાત્મા મળી જાય અને તેનો બેડો પાર થઈ જાય.
ટૂંકમાં જો પાછલે બારણેથી વણબોલાવ્યા વીર પધારવાના હોય અને હાથ ઝાલવાના હોય તો એ અસમાધિમરણ પણ કબૂલ રાખવામાં ઝાઝી મુશ્કેલી ન રહે. કંબલ-શંબલનો પ્રસંગ
પછી ઉત્તરા વાચાલામાં નાગસેને પ્રભુને ક્ષીર વહોરાવી. ત્યાં પાંચ દિવો પ્રગટ થયાં. ત્યાં શ્વેતાંબી નગરીમાં રાજાએ પ્રભુનો મહિમા કર્યો. પછી સુરભિપુર નગરમાં નૈયકા ગોત્રવાળા
છે (૨૦)